Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

અદાણી જૂથને મોટી રાહત : અમેરિકાએ તમામ કેસ પાછા ખેંચ્યા, DoJ દ્વારા કાયમી બંધ

અદાણી જૂથને મોટી રાહત : અમેરિકાએ તમામ કેસ પાછા ખેંચ્યા, DoJ દ્વારા કાયમી બંધ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના U.S. Department of Justice (DoJ) એ તેમના વિરુદ્ધ ચાલતા તમામ ક્રિમિનલ કેસો પરથી પીછેહઠ કરી છે અને મામલાઓને કાયમી રીતે બંધ કરી દીધા છે.

પ્રોસિક્યુશન તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે તેઓ આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શકતા નથી, જેના કારણે કેસ આગળ વધારવો શક્ય નથી.

SEC બાદ DoJનો મોટો નિર્ણય

આ પહેલા ગત સપ્તાહે U.S. Securities and Exchange Commission (SEC) એ પણ ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધનો સિવિલ કેસ બંધ કર્યો હતો. આ કેસમાં આરોપ હતો કે સોલાર એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનાર અમેરિકન રોકાણકારો સાથે કેટલીક માહિતી શેર કરવામાં આવી નહોતી.

હવે DoJ દ્વારા ક્રિમિનલ કેસ પણ બંધ થતા અદાણી જૂથને સંપૂર્ણ રાહત મળી છે.

પ્રોસિક્યુટરોને પુરાવા મળ્યા નહીં

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, પ્રોસિક્યુટરોને આરોપોને સમર્થન આપતા પૂરતા તથ્યો મળ્યા નહોતા. તેથી કેસને ‘વિથ પ્રેજ્યુડિસ’ (કાયમી બંધ) કરવામાં આવ્યો છે, એટલે કે ભવિષ્યમાં ફરીથી આ કેસ ખોલી શકાશે નહીં.

જાણકારોના મતે, અમેરિકામાં આ પ્રકારનો નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે તપાસમાં આરોપો નિરાધાર સાબિત થાય.

અન્ય તપાસો પણ બંધ

આ ઉપરાંત U.S. Department of the Treasury દ્વારા ઈરાન પરના પ્રતિબંધોના ઉલ્લંઘન સંબંધિત LPG ઇમ્પોર્ટ કેસ પણ બંધ કરવામાં આવ્યો છે.

આથી અદાણી જૂથ સામે ચાલી રહેલી અમેરિકાની તમામ મોટી તપાસો હવે પૂર્ણ થઈ ગઈ છે.

કેસની પૃષ્ઠભૂમિ

2024માં દાખલ થયેલા આ કેસોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી જૂથે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અંદાજે 265 મિલિયન ડોલરની લાંચ આપી હતી અને આ માહિતી અમેરિકન રોકાણકારોથી છુપાવવામાં આવી હતી.

પરંતુ અદાણી જૂથે શરૂઆતથી જ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કાયદાકીય લડત ચાલુ રાખી હતી.

આંતરરાષ્ટ્રીય કાનૂની ચર્ચા

આ કેસ દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ સામે આવ્યો હતો કે અમેરિકાની બહાર થયેલા વ્યવહારો પર અમેરિકન કાયદા લાગુ પડી શકે કે નહીં. આ મુદ્દે પણ કાનૂની ચર્ચા ચાલી રહી હતી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.