Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન

ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન

ગુજરાતભરમાં વર્ષોથી પોતાના ગુમ થયેલા સ્વજનોની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે મોટી રાહતની ખબર આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે શરૂ કરેલા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત માત્ર બે અઠવાડિયામાં 701 ગુમ થયેલા લોકોને શોધી તેમના પરિવારજનો સાથે ભાવુક પુનર્મિલન કરાવ્યું છે.

આ અભિયાનને રાજ્યભરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના જૂના કેસો ફરી ખોલીને ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે આગળ વધારવામાં આવ્યું છે.

15 વર્ષ જૂના કેસો ફરી ખોલી વિશાળ શોધ અભિયાન

આ વિશેષ ડ્રાઇવ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવી હતી. તમામ જિલ્લા પોલીસ વડાઓને જૂના મિસિંગ કેસો ફરીથી તપાસવા સૂચના આપવામાં આવી હતી.

શોધાયેલા 701 લોકોમાં સમાવેશ થાય છે:

  • 19 સગીર છોકરાઓ
  • 97 સગીર છોકરીઓ
  • 417 મહિલાઓ
  • 168 પુરુષો

ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સથી સફળતા

CID ક્રાઈમના ADGP અજય ચૌધરી મુજબ પોલીસ હવે 15 મુદ્દાની SOP આધારે કામ કરી રહી છે.

આમાં સોશિયલ મીડિયા ટ્રેકિંગ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને આધુનિક ડેટા એનાલિટિક્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માનવ તસ્કરી નેટવર્ક સામે પણ મોટી કાર્યવાહી

આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકોને શોધવા પૂરતું નથી, પરંતુ તેની પાછળ કાર્યરત માનવ તસ્કરી, બાળ તસ્કરી અને નવજાત બાળકોની ગેરકાયદેસર વેચાણ ગેંગને પણ તોડી પાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

પોલીસે જૂના કેસોની ફાઈલો ફરી ખોલીને અનેક શંકાસ્પદો સુધી પહોંચી તપાસ શરૂ કરી છે.

ભાવુક કિસ્સો: 10 વર્ષ બાદ માતા-પુત્રનું પુનર્મિલન

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની 23 વર્ષીય મહિલા 2016માં પોતાના 5 વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ હતી.

તાજેતરમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે રાજકોટમાં રહે છે અને બાળક હવે 15 વર્ષનો છે. મહિલાએ પારિવારિક વિવાદને કારણે ઘર છોડીને ફરી લગ્ન કર્યા હતા.

તપાસનો વ્યાપ વધારાયો

પોલીસ ટીમ હવે:

  • સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રેકોર્ડ ચેક કરી રહી છે.
  • અજાણી લાશોના ડેટા મિસિંગ રિપોર્ટ સાથે મેચ કરી રહી છે.
  • અગાઉ ધરપકડ થયેલા શંકાસ્પદોની ફરી પૂછપરછ કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.