સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા તેના “બેવડા ધોરણો” પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાનમાં નિર્દોષ નાગરિકો પર ક્રૂર હુમલા કરે છે.
આ નિવેદન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ P. Harish દ્વારા આપવામાં આવ્યું હતું.
UNમાં ભારતનો પાકિસ્તાન સામે કડક જવાબ
ચીનની અધ્યક્ષતામાં યોજાયેલી “સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ” વિષયક ખુલ્લી ચર્ચામાં ભારતે પાકિસ્તાનના નિવેદનોનો જોરદાર જવાબ આપ્યો.
પાકિસ્તાની પ્રતિનિધિ દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ ભારતે કહ્યું કે દુનિયા પાકિસ્તાનના પ્રચારને સારી રીતે સમજે છે અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન છે.
UNAMA રિપોર્ટનો ઉલ્લેખ: નાગરિક મોતના ગંભીર આરોપો
ભારતે UNAMA (United Nations Assistance Mission in Afghanistan)ના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે 2026ના પ્રથમ ત્રણ મહિનામાં સરહદ પાર થયેલી સૈનિક કાર્યવાહી દરમિયાન 750 નાગરિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા.
રિપોર્ટ મુજબ મોટાભાગની ઘટનાઓ હવાઈ હુમલાઓના કારણે બની હતી.
રમઝાન દરમિયાન હુમલાનો ગંભીર આરોપ
ભારતના પ્રતિનિધિએ જણાવ્યું કે માર્ચ મહિનામાં, રમઝાન દરમિયાન કાબુલમાં આવેલી એક વ્યસન સારવાર હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 269 નાગરિકોના મોત થયા અને 122 લોકો ઘાયલ થયા હતા.
આ હોસ્પિટલને કોઈપણ રીતે સૈનિક સ્થાપના ગણાવી શકાય નહીં, છતાં ત્યાં હુમલો થયો હતો.
નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ
UN અહેવાલ અનુસાર, હુમલા તરાવીહની નમાજ બાદ થયા હતા જ્યારે લોકો મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા.
ભારતે જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓમાં 94,000થી વધુ લોકોને અફઘાનિસ્તાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું છે.
ઈતિહાસનો ઉલ્લેખ અને પાકિસ્તાન પર ગંભીર આક્ષેપ
ભારતે કહ્યું કે પાકિસ્તાનનો ઇતિહાસ પણ આવા કૃત્યોોથી ભરેલો છે. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા ભારતે કહ્યું કે ઓપરેશન સર્ચલાઇટ દરમિયાન મોટા પાયે નરસંહાર અને મહિલાઓ પર અત્યાચાર થયા હતા.
ભારતે પાકિસ્તાનને “દંભી” ગણાવતા કહ્યું કે જે દેશ પોતે પોતાના નાગરિકો પર અત્યાચાર કરે છે, તે આંતરરાષ્ટ્રીય કાયદાની વાત નથી કરી શકતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel