દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ભારતીય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત કુલ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે જૂન 2026માં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે અને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 18 જૂન 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે. સમગ્ર પ્રક્રિયા 20 જૂન 2026 સુધી પૂર્ણ કરવામાં આવશે.
EC announces Schedule for #RajyaSabha Elections to 24 Seats. #Elections2026 #ECI
▪️Former Prime Minister H. D. Devegowda and Union Ministers George Kurian and Ravneet Singh are among the Members who are completing their terms next month. pic.twitter.com/rUuCzbeS2W
— All India Radio News (@airnewsalerts) May 22, 2026
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ શેડ્યૂલ મુજબ:
- જાહેરનામું (Notification): 1 જૂન 2026
- નામાંકનની છેલ્લી તારીખ: 8 જૂન 2026
- ચકાસણી (Scrutiny): 9 જૂન 2026
- નામ પાછું ખેંચવાની તારીખ: 11 જૂન 2026
- મતદાન અને મતગણતરી: 18 જૂન 2026
કયા રાજ્યોમાં ચૂંટણી?
આ ચૂંટણીમાં દેશના 10 રાજ્યો સામેલ છે:
- ગુજરાત
- આંધ્રપ્રદેશ
- ઝારખંડ
- મધ્યપ્રદેશ
- મણિપુર
- મેઘાલય
- રાજસ્થાન
- અરૂણાચલ પ્રદેશ
- કર્ણાટક
- મિઝોરમ
આમાં સૌથી વધુ 4-4 બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે.
દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પૂર્ણ
જૂન-જુલાઈ 2026 દરમિયાન 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેમાં કેટલાક મોટા રાજકીય ચહેરાઓ સામેલ છે:
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
- મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ
- પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા
આ બેઠકો માટે નવી ચૂંટણી થતા રાજકીય દાવપેચો તેજ બન્યા છે. ભાજપ અને વિપક્ષ બંને સંખ્યાબળ જાળવવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.
ચૂંટણી પંચની ગાઇડલાઈન
ચૂંટણીને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે ચૂંટણી પંચે કેટલાક મહત્વપૂર્ણ નિયમો લાગુ કર્યા છે:
- ખાસ ઓબ્ઝર્વર્સની નિમણૂક
- મતદાન દરમિયાન માત્ર જાંબલી (Purple) સ્કેચ પેનનો જ ઉપયોગ
- અન્ય પેનથી કરાયેલ મત અમાન્ય ગણાશે
આ નિયમો મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom