click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
Gujarat

ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર

ઉમરગામ અને દહાણુ વિસ્તારમાં હિન્દુ-જૈન યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના આરોપોને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે દહાણુ બંધનું એલાન, વાપીથી ઉમરગામ સુધીના સંગઠનો વિરોધ પ્રદર્શનમાં જોડાશે.

Last updated: 2026/06/10 at 11:35 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • ઉમરગામ અને દહાણુ વિસ્તારમાં કથિત ધર્માંતર અને વિદેશમાં નિકાહના કેસોને લઈને રોષ.
  • આજે દહાણુ બંધનું આહ્વાન, હિન્દુ-જૈન સંગઠનો કરશે વિરોધ પ્રદર્શન.
  • વાપી, સરીગામ, સંજાણ અને ઉમરગામના આગેવાનો દ્વારા SPને આવેદનપત્ર.
  • સાંસદ ડૉ. હેમંત સાવરાએ પાલઘર SPને લખ્યો હતો પત્ર.
  • મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવા કડક કાયદાની માંગ તેજ.

વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે હવે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

સોમવારે વાપી, સરીગામ, સંજાણ, ઉમરગામ તેમજ મહારાષ્ટ્રના દહાણુ અને ઘોલવડ વિસ્તારના હિન્દુ-જૈન સંગઠનો અને સમાજના આગેવાનો ભેગા મળ્યા હતા. તેમણે વલસાડ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ રજૂઆત બાદ હવે 10 જૂનના રોજ દહાણુ સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતના વાપીથી લઈને ઉમરગામ તાલુકા સુધીના વિવિધ હિન્દુ અને જૈન સંગઠનો દહાણુ પહોંચી વિરોધ પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, આશરે 10 દિવસ અગાઉ મહારાષ્ટ્રના સાંસદ ડૉ. હેમંત સાવરાએ પાલઘર જિલ્લા પોલીસવડાને પત્ર લખી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ અને દહાણુ વિસ્તારમાં કેટલીક યુવતીઓને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને વિદેશ લઈ જઈ લગ્ન તેમજ ધર્માંતર કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ગુજરાત જેવા કાયદાની માંગ

ગુજરાતમાં પ્રેમલગ્ન માટે માતા-પિતાની સંમતિ અથવા કોર્ટ મેરેજ પહેલાં વાલીઓને જાણ કરવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હાલમાં આવો કોઈ વિશેષ કાયદો અમલમાં નથી. આ સ્થિતિનો લાભ લઈને કેટલાક યુગલો મહારાષ્ટ્રમાં જઈ લગ્ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવા કડક કાયદાની માંગ ઉઠી છે. વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનોનું માનવું છે કે યુવતીઓની સુરક્ષા અને કથિત છેતરપિંડીના બનાવોને રોકવા માટે રાજ્ય સરકારે કડક કાનૂની વ્યવસ્થા લાવવી જોઈએ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’

ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dahanu Bandh, Dahanu Protest, dharmantran, gujarat, Gujarat news, Hindu organizations, india news, Jain Samaj, latest news, Love Jihad Debate, Maharashtra news, maharastra news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewscom, Palghar News, Politics, Social Issues, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Umergam, Umergam News, valsad, Valsad News, vapi news, ઉમરગામ, ઉમરગામ સમાચાર, ગુજરાત સમાચાર, જૈન સમાજ, દહાણુ બંધ, દહાણુ વિરોધ, પાલઘર સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, ભારત, મહારાષ્ટ્ર સમાચાર, લવ જેહાદ ચર્ચા, વલસાડ સમાચાર, વાપી સમાચાર, સામાજિક મુદ્દાઓ, હિન્દુ સંગઠનો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ
Next Article ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું
Gujarat જૂન 10, 2026
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
Gujarat Narmada જૂન 10, 2026
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
Gujarat જૂન 10, 2026
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?