ભારતના ઓટોમોબાઈલ્સ માર્કેટમાં મારુતિ સુઝુકી લોકોના દિલો દિમાગ પર આજથી નહી પરંતુ વર્ષોથી રાજ કરતી આવી છે. લોકો આજે પણ આંખો બંધ કરીને પહેલી પસંદ મારુતિની કાર ખરીદવામાં કરતા હોય છે. તો મારુતિ એક પછી એક નવી કાર લોન્ચ કરતી રહે છે. કંપની હવે માર્કેટમાં કોમર્શિયલ માર્કેટ તરફ વધારે ધ્યાન આપી રહી છે અને ધમાકેદાર કાર લોન્ચ કરી રહી છે. આ કારની ખાસિયતની વાત તેની માઈલેજ અને તેની કિંમત છે.
સીએમજી અને પેટ્રોલ વેરિયન્ટમાં કરવામાં આવેલ આ કારની કિંમત 4.80 લાખ રુપિયાથી લઈને 5.70 લાખ રુપિયા એક્સ શોરુમ કિંમત રાખવામાં આવી છે. કંપની આ કારને લઈને દાવો કરે છે કે આ કારની 1 કિલો સીએનજીમાં 34.46 કિલોમીટરની સુધીની માઈલેજ આપે છે. કંપનીએ કોમર્શિયલ બજારમાં પહેલીવાર આટલી માઈલેજવાળી કાર લોન્ચ કરી છે.
કે કંપનીએ આ કારનું નામ Tour H1 રાખ્યું છે. અને આ એલ્ટો K10 નું જ મોડલ છે જેને ફ્લીટ બાયર્સ માટે બીજા નામથી અને કેટલાક ફેરફાર સાથે ફરી માર્કટમાં લોન્ચ કરી છે. તેની ડિઝાઈન અને કેબીન સ્પેસ અલ્ટો કે10 જેવા જ છે. જો કે આ કારમાં કલર બમ્પરની જગ્યાએ માત્ર બ્લેક બંપર તેમજ બ્લેક ORVM અને દરવાજાના હેન્ડલ જોવા મળે છે. આ સાથે કોસ્ટ કટિંગ માટે સ્ટીલ વ્હીલ આપવામાં આવ્યું છે.
કંપનીએ આ કારમાં 1.0 લીટર નું સીરીજ ડુઅલ જેટ પ્રેટ્રોલ એન્જીન આપ્યું છે. તેનું એન્જિન 65 bhpનો પાવર જનરેટ કરે છે. તેમજ CNG પર તેનું એન્જિન 56 bhpનો પાવર જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે તે પેટ્રોલ પર 24 કિમી પ્રતિ લિટર અને CNG પર 34.45 કિમી પ્રતિ કિલો માઇલેજ આપે છે.