રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં એક યુવકે અનેક તમાચા માર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી અનુસાર, જયપુરના શહીદ સ્મારક પરિસરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અભિજીત દીપકે પોતાના સમર્થકો વચ્ચે સભાસ્થળ તરફ આગળ વધી રહ્યા હતા. તે સમયે ભીડમાં હાજર એક અજાણ્યો યુવક અચાનક તેમની નજીક પહોંચ્યો હતો.
ધક્કામુક્કી બાદ જાહેરમાં માર્યા તમાચા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ યુવકે શરૂઆતમાં અભિજીત દીપકે સાથે ધક્કામુક્કી કરી હતી. ત્યારબાદ તેણે જાહેરમાં સતત અનેક તમાચા મારી દીધા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સ્થળ પર હાજર કાર્યકરો, સમર્થકો અને અન્ય લોકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાના વિડીયોમાં પણ જોવા મળે છે કે હુમલો થતાની સાથે જ આસપાસ હાજર લોકો હુમલાખોરને રોકવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક લોકો અભિજીત દીપકેને સુરક્ષિત સ્થળે લઈ જવા દોડધામ કરતા જોવા મળે છે.
जनता ने CJP वाले के साथ 'थप्पड़' कांड कर दिया।
जयपुर में अभिजीत दीपके समर्थकों के साथ प्रदर्शन करने पहुँचे थे लेकिन स्वागत में कुछ युवकों ने उनको थप्पड़ ही थप्पड़ जड़ दिए।
इन आरोपी युवकों को पुलिस ने हिरासत में ले लिया है।#AbhijeetDipke #ViralVideo #CockroachJanataParty… pic.twitter.com/nvh2UVf2wS
— One India News (@oneindianewscom) June 15, 2026
પોલીસે સંભાળી સ્થિતિ, એક વ્યક્તિની અટકાયત
સ્થિતિ વધુ બગડે તે પહેલાં જયપુર પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી ભીડને નિયંત્રિત કરી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલો મુજબ પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની અટકાયત કરી છે. જોકે મુખ્ય હુમલાખોરની ઓળખ અંગે હજુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
જયપુર પોલીસ દ્વારા હુમલાખોરની ઓળખ માટે આસપાસના CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને પણ તપાસના ભાગરૂપે ધ્યાનમાં લીધો છે. વિડીયોમાં દેખાતા દૃશ્યો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ
ઘટનાનો વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘટનાના કારણો અને પૃષ્ઠભૂમિ વિશે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. હાલમાં પોલીસે તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલાના ચોક્કસ કારણો અંગે સ્પષ્ટતા થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel