ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલાના કેસમાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. આ કેસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંભવિત સંબંધો સામે આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને RSS કાર્યાલયને નિશાન બનાવી હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હુમલા બાદ આરોપીઓ ટ્રેન મારફતે દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બિહારના ગયા રેલવે સ્ટેશન પરથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
झारखंड की राजधानी रांची में RSS कार्यालय के बाहर हुए पेट्रोल बम हमले के मामले में गिरफ्तार एक आरोपी ने पुलिस हिरासत से भागने की कोशिश की। रांची सिटी SP पारस राणा के अनुसार, आरोपी ने कोतवाली पुलिस स्टेशन के बाथरूम की वेंटिलेशन खिड़की तोड़कर फरार होने का प्रयास किया।
बाद में पुलिस… pic.twitter.com/SCYSv2inyN
— One India News (@oneindianewscom) June 18, 2026
પકડાયેલા આરોપીઓની ઓળખ અમન અન્સારી, સૈફી અન્સારી અને સાયમ સુજાન તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં અમન અન્સારી સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને એ પણ માહિતી મળી છે કે એક આરોપી અગાઉ લગભગ છ મહિના સુધી દુબઈમાં રહ્યો હતો. આ કારણે આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને ‘શહજાદ ભટ્ટી મોડ્યુલ’ સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના 16 જૂનની રાત્રે બની હતી. રાંચીના નિવારણપુર વિસ્તારમાં આવેલા RSS કાર્યાલય પર રાત્રે લગભગ 11:35 વાગ્યે બે પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં બે શખ્સો હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો લઈને કાર્યાલય તરફ જતા જોવા મળ્યા હતા. એક શખ્સ બોટલમાં આગ લગાવી તેને કાર્યાલય તરફ ફેંકતો જોવા મળ્યો હતો, જ્યારે બીજો સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે હુમલા પહેલાં આરોપીઓએ વિસ્તારની વિગતવાર રેકી પણ કરી હતી.
#WATCH | Jharkhand: Ranchi City SP Paras Rana says, "Yesterday, the police arrested three of the main accused in the petrol bomb attack outside the RSS office. This morning around 11:30, an accused named Saif attempted to escape by breaking the ventilation window of the bathroom,… pic.twitter.com/kg571YtoOK
— ANI (@ANI) June 18, 2026
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હુમલાખોરોનો હેતુ માત્ર નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ સમગ્ર RSS કાર્યાલયને આગના હવાલે કરવાનો હતો. પેટ્રોલ બૉમ્બમાં મોટી માત્રામાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાના સમયે કાર્યાલયમાં લગભગ 20 લોકો હાજર હતા. સદનસીબે બૉમ્બ યોગ્ય જગ્યાએ ન પડતાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી પેટ્રોલ બૉમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલસામાન અને અન્ય પુરાવાઓ પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ વ્યાવસાયિક રીતે બૉમ્બ બનાવવામાં નિષ્ણાત નહોતા, જેના કારણે હુમલો તેમની યોજના મુજબ સફળ થઈ શક્યો નહોતો.
આ કેસમાં એક નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી સૈફી અન્સારીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તેણે બાથરૂમની વેન્ટિલેશન તોડીને ફરાર થવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસની પિસ્તોલ ઝૂંટવી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને કાબૂમાં લેવા માટે તેના પગમાં ગોળી મારી હતી. હાલ તે સારવાર હેઠળ છે.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA)ની કલમ 16 અને 18 હેઠળ ગંભીર ગુનાઓ નોંધ્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે.
સુરક્ષા એજન્સીઓ હવે હુમલાના આંતરરાષ્ટ્રીય કનેક્શન, ફંડિંગના સ્ત્રોત, સોશિયલ મીડિયા મારફતે થયેલા સંપર્કો અને પાકિસ્તાની ISIની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહી છે. આ કેસ માત્ર એક હુમલાની ઘટના નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું ગંભીર કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel