વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ મેટા તેની મેસેજિંગ એપ્લિકેશન WhatsApp માટે યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઓનલાઇન ફ્રોડ, ફિશિંગ અને ડિજિટલ એરેસ્ટ જેવી છેતરપિંડીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મેટાને નોટિસ મોકલી છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે મેટાને WhatsApp Username Feature અંગે યોગ્ય અને વિગતવાર માહિતી આપવા જણાવ્યું છે. સાથે જ સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આ મુદ્દે સંતોષકારક જવાબ ન મળે અને બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ ન આવે, ત્યાં સુધી ભારતમાં આ ફીચરનું રૉલઆઉટ ન કરવું.
Central Government has issued notice to Meta regarding roll-out of the “usernames” feature on WhatsApp in India.
The notice reads, "…It is felt that the feature may materially increase the incidence of online fraud, phishing, digital arrest scams and impersonation attacks, by… https://t.co/XvNmgoST5G pic.twitter.com/9JkzuVncuR
— ANI (@ANI) July 1, 2026
કેન્દ્ર સરકારે મેટા પાસે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો
કેન્દ્ર સરકારે મેટાને મોકલેલી નોટિસમાં ત્રણ દિવસની અંદર જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે વોટ્સએપનું આ નવું યુઝરનેમ ફીચર સાયબર ક્રાઈમના જોખમને વધારી શકે છે, તો આવી સ્થિતિમાં આઇટી એક્ટ અને સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી શા માટે ન કરવામાં આવે તેનો ખુલાસો મેટા દ્વારા કરવામાં આવે.
સરકારની મુખ્ય ચિંતા એ છે કે WhatsApp Username Feature આવ્યા બાદ લોકો મોબાઇલ નંબર શેર કર્યા વગર એકબીજા સાથે સંપર્ક કરી શકશે. આ સુવિધા પ્રાઇવસીની દૃષ્ટિએ ઉપયોગી હોઈ શકે છે, પરંતુ તેની સાથે ઓનલાઇન ઠગાઈ અને ઓળખ છુપાવીને છેતરપિંડી કરવાની શક્યતાઓ પણ વધી શકે છે.
ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવા સ્કેમની ચિંતા
સરકારે નોટિસમાં સ્પષ્ટ રીતે ચિંતા વ્યક્ત કરી છે કે યુઝરનેમ ફીચરના કારણે ઓનલાઇન ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ એરેસ્ટ, ફેક અકાઉન્ટ અને અન્ય સાયબર છેતરપિંડીના બનાવો વધી શકે છે. ખાસ કરીને જો મોબાઇલ નંબર દેખાશે નહીં, તો ઠગો માટે પોતાની ઓળખ છુપાવવી સરળ બની શકે છે અને તપાસ એજન્સીઓ માટે આવા લોકો સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની શકે છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ એરેસ્ટ, ફેક કસ્ટમર કેર, બેંકિંગ ફ્રોડ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જેવા સાયબર ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સરકાર કોઈપણ નવા ડિજિટલ ફીચર અંગે સાવચેતી રાખી રહી છે, જેથી સામાન્ય યુઝર્સની સુરક્ષા અને ડેટા પ્રાઇવસી વચ્ચે સંતુલન જળવાઈ રહે.
Username reservations are here, as more and more people claim theirs, here’s answers to the top questions you’re asking ⬇️
Q: Are usernames mandatory?
A: Nope, they are optional.
Q: What if the username I want isn’t available?
A: There’s a few reasons you might not be able to…
— WhatsApp (@WhatsApp) July 1, 2026
WhatsAppનું કહેવું : ફીચર વૈકલ્પિક રહેશે
વોટ્સએપ તરફથી જણાવવામાં આવ્યું છે કે યુઝરનેમ ફીચર ફરજિયાત નહીં પરંતુ વૈકલ્પિક રહેશે. એટલે કે યુઝર્સ પોતાની ઇચ્છા મુજબ તેનો ઉપયોગ કરી શકશે. મોબાઇલ નંબર આધારિત વોટ્સએપ સિસ્ટમ ચાલુ જ રહેશે અને યુઝરનેમ માત્ર એક વધારાની પ્રાઇવસી સુવિધા તરીકે કામ કરશે.
વોટ્સએપનું કહેવું છે કે આ ફીચરનો મુખ્ય હેતુ લોકોને પોતાનો ફોન નંબર જાહેર કર્યા વગર અન્ય લોકો સાથે કનેક્ટ થવાની સુવિધા આપવાનો છે. ખાસ કરીને ગ્રુપ ચેટ, મોટા સમુદાય ગ્રુપ અને અજાણ્યા લોકો સાથેના ડિજિટલ સંપર્કમાં યુઝર્સની પ્રાઇવસી જાળવવા માટે આ ફીચર મદદરૂપ બની શકે છે.
જાણીતી હસ્તીઓ અને સરકારી વિભાગોના યુઝરનેમ સુરક્ષિત કરાશે
વોટ્સએપે સરકારને આપવાના જવાબમાં જણાવ્યું છે કે જાણીતી હસ્તીઓ, સરકારી વિભાગો, સંસ્થાઓ અને મેટા વેરિફાઈડ અકાઉન્ટ માટે યુઝરનેમ પહેલેથી જ સુરક્ષિત રાખવામાં આવશે. એટલે કે કોઈ અન્ય વ્યક્તિ તેમના નામનો ઉપયોગ કરીને ફેક અકાઉન્ટ બનાવી શકશે નહીં.
આ સિવાય વોટ્સએપે એવો દાવો કર્યો છે કે યુઝરનેમ સર્ચેબલ રાખવામાં નહીં આવે. એટલે કે કોઈ પણ વ્યક્તિ માત્ર યુઝરનેમ સર્ચ કરીને અજાણ્યા લોકોને શોધી શકશે નહીં. કંપનીનું કહેવું છે કે સ્કેમ અને દુરુપયોગ રોકવા માટે વધારાના સેફ્ટી મિકેનિઝમ પણ લાગુ કરવામાં આવશે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે WhatsApp દ્વારા યુઝરનેમ ફીચર લાવવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રકારનું ફીચર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X જેવા પ્લેટફોર્મ પર પહેલેથી ઉપલબ્ધ છે. પરંતુ WhatsApp પર આ ફીચર ખાસ ચર્ચામાં આવ્યું, કારણ કે WhatsAppનો ઉપયોગ સીધા મોબાઇલ નંબર આધારિત પર્સનલ મેસેજિંગ માટે થાય છે.
વોટ્સએપે જણાવ્યું હતું કે યુઝર્સ મોબાઇલ નંબર શેર કર્યા વગર યુઝરનેમની મદદથી એકબીજા સાથે જોડાઈ શકશે. પ્રાઇવસી માટે આ ઉપયોગી ગણાય છે, પરંતુ સરકાર અને સાયબર નિષ્ણાતોની ચિંતા છે કે તેનો દુરુપયોગ ઠગો દ્વારા થઈ શકે છે.
વર્ષના અંત સુધી ધીમે-ધીમે રૉલઆઉટની તૈયારી
વોટ્સએપનું કહેવું છે કે હાલ કંપની માત્ર યુઝરનેમ રિઝર્વેશનની પ્રક્રિયા અંગે કામ કરી રહી છે. સંપૂર્ણ ફીચર વર્ષના અંત ભાગ સુધીમાં તબક્કાવાર રીતે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. જોકે ભારતમાં આ ફીચરનું ભવિષ્ય હવે કેન્દ્ર સરકારને આપવાના મેટાના જવાબ અને ત્યારબાદની ચર્ચા પર આધારિત રહેશે.
જો મેટા સરકારને સાયબર સુરક્ષા, ફેક અકાઉન્ટ રોકથામ અને યુઝર ટ્રેસેબિલિટી અંગે સંતોષકારક જવાબ આપશે, તો આ ફીચર ભારતમાં આગળ વધી શકે છે. અન્યથા સરકાર આઇટી નિયમો હેઠળ કડક વલણ અપનાવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel