ગુજરાત પર બિપરજોય વાવાઝોડાને લઈ સંકટ તોળાઈ રહ્યુ છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનુ તંત્ર પૂર્વ તૈયારીઓ કરી ચૂક્યુ છે અને મુશ્કેલ સમયમાં તમામ મદદ માટેની તૈયારીઓ કરી લીધી છે. આ માટે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સતત નજર સ્થિતી પર રાખવામાં આવી રહી છે. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, દરિયાકાંઠા વિસ્તારના 6 જિલ્લાના ધારાસભ્યો અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવનારી છે.
Chaired a meeting to review the preparedness in the wake of the approaching Cyclone Biparjoy. Our teams are ensuring safe evacuations from vulnerable areas and ensuring maintenance of essential services. Praying for everyone’s safety and well-being.https://t.co/YMaJokpPNv
— Narendra Modi (@narendramodi) June 12, 2023
મંગળવારે બપોરે ત્રણ કલાકે બેઠકમાં વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવા માટેની તૈયારીઓ સહિતની તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થિતી પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ પણ પળ પળની વિગતની જાણકારી મેળવી રહ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં NDRF સહિતની બચાવ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગોતરા તમામ પગલા લેવામાં આવ્યા છે અને કંટ્રોલરુમ શરુ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સતત નજર બિપોજોય વાવાઝોડાને લઈ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં રાખવામાં આવી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો આગોતરા પગલાની કાર્યવાહી પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.