Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા

પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સામાન્ય, મધ્યસત્ર અને પેટા ગ્રામ પંચાયત ચૂંટણી–૨૦૨૫ અંતર્ગત પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ૭૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.

આ ચૂંટણી માટે સૌથી વધુ રસકારક બાબત એ રહી કે ૪,૮૪૮ ઉમેદવારોએ પોતાનું નામંકન નોંધાવ્યું, જેમાં સરપંચ તથા ગ્રામ પંચાયત સભ્યોની જગ્યા માટે પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો.

સામાન્ય ચૂંટણી માટે કુલ: ૪૭૯૧ ફોર્મ

સરપંચ માટે: ૧૨૮૬

ગ્રામ પંચાયત સભ્યો માટે: ૩૫૦૫

પેટા ચૂંટણી માટે કુલ: ૫૭ ફોર્મ

સરપંચ માટે: ૧૯

સભ્યો માટે: ૩૮

તાલુકા મુજબ ફોર્મ ભરાવાની વિગતો (સામાન્ય ચૂંટણી):

તાલુકો ગ્રામ પંચાયત કુલ ફોર્મ

પાટણ ૫૨ ૭૯૩
સરસ્વતી ૫૮ ૯૪૦
સિદ્ધપુર ૩૩ ૫૯૪
ચાણસ્મા ૫૦ ૭૨૯
હારીજ ૩૩ ૪૯૨
સમી ૨७ ૪૬૬
શંખેશ્વર ૧૫ ૨૪૬
રાધનપુર ૦૯ ૧૩૬
સાંતલપુર ૩૩ ૩૯૫

તાલુકા મુજબ ફોર્મ ભરાવાની વિગતો (પેટા ચૂંટણી):

તાલુકો પંચાયત સંખ્યા કુલ ફોર્મ

પાટણ ૦૪ ૦૨
સરસ્વતી ૦૪ ૦૧
સિદ્ધપુર ૦૭ ૦૫
ચાણસ્મા ૦૫ ૦૯
હારીજ ૦૨ ૧૨
સમી ૧૦ ૦૬
શંખેશ્વર ૦૭ ૧૨
રાધનપુર ૧૭ ૦૫
સાંતલપુર ૧૪ ૦૫

ચૂંટણી જાહેરનામું જાહેર: ૨૮ મે ૨૦૨૫

જાહેરનામું પ્રસિદ્ધ: ૨ જૂન ૨૦૨૫

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૯ જૂન ૨૦૨૫

ચકાસણી તારીખ: ૧૦ જૂન ૨૦૨૫

ફોર્મ પરત ખેંચવાની તારીખ: ૧૧ જૂન ૨૦૨૫

મતદાન તારીખ: ૨૨ જૂન ૨૦૨૫ (રવિવાર)

મતગણતરી તારીખ: ૨૫ જૂન ૨૦૨૫

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૨૭ જૂન ૨૦૨૫

જિલ્લાની તમામ ૯ તાલુકાઓમાં મતદાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા તંત્ર દ્વારા સુસંગત આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ઉમેદવારી ચકાસણીની પ્રક્રિયા બાદ સ્પર્ધાત્મક ત્રિખંડીયો કે એકતરફીય ચૂંટણી કેટલી થશે તેની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

જિલ્લા વાસીઓને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

 

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.