રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વાવાઝોડાના સંકટને પહોંચી વળવા રાજય અને કેન્દ્ર સરકાર સજ્જ હોવાનો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને દાવો કર્યો છે. મનસુખ માંડવિયાએ કચ્છમાં નિવેદન આપ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના આયોજનને સહકાર આપીશું.
સૌથી વધુ નુકસાન થતા કચ્છના બંદરો પર તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ શીપને પોર્ટ પર લાંગરી દેવાઈ છે અને ક્રૂ-મેમ્બરોને સાવચેતીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. જરૂર પડશે તો આર્મી એરફોર્સની મદદ લેવામાં આવશે. બંદરની આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે. ઈમરજન્સીને પહોંચી વળવા દવાનો જથ્થો સ્ટોકમાં હોવાનો મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી.