અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો છે.
એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
આ અંગે એર ઇન્ડિયા કહ્યું છે કે, “અમદાવાદથી બપોરે 1.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. બોઇંગ 787-8 વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800-5691-444 પણ સ્થાપિત કર્યો છે…”
પ્લેન ક્રેશમાં બાદ નાસભાગ મચી
પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.
આ સાથે અમદાવાદ પોલીસે પણ આ ઘટનાને લઈને માહિતી મેળવવા માટે નંબર જાહેર કર્યો છે.
ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના સંદર્ભમાં નીચે પ્રમાણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, જેથી પીડિતો અને તેમના પરિવારજનો માટે તાત્કાલિક માહિતી અને સહાય ઉપલબ્ધ રહે:
રાજ્ય કંટ્રોલ રૂમ – ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
-
લૅન્ડલાઇન: ☎️ 079-23251900
-
મોબાઈલ: 📱 99784 05304
તમે ઉપરના નંબર પર સંપર્ક કરીને નીચેની બાબતો અંગે માહિતી મેળવી શકો છો:
-
દુર્ઘટનાગ્રસ્ત મુસાફરો વિશે માહિતી
-
હોસ્પિટલોમાં દાખલ થયેલા ઘાયલ મુસાફરોના નામ
-
ઓળખ મેલી ન હોવા પામેલા મૃતદેહોની માહિતી
-
સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યવસ્થા
-
પરિવારજનો માટે સ્થળાંતર અથવા હૉસ્પિટલ સંપર્ક વિગતો