click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત પોલીસનો મેગા ટેક મિશન: 80,000થી વધુ CCTVને જોડશે AI, ₹37 લાખના ઇનામ સાથે દેશની સૌથી મોટી હેકાથોન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત પોલીસનો મેગા ટેક મિશન: 80,000થી વધુ CCTVને જોડશે AI, ₹37 લાખના ઇનામ સાથે દેશની સૌથી મોટી હેકાથોન
Gujarat

ગુજરાત પોલીસનો મેગા ટેક મિશન: 80,000થી વધુ CCTVને જોડશે AI, ₹37 લાખના ઇનામ સાથે દેશની સૌથી મોટી હેકાથોન

ગુજરાત પોલીસ દ્વારા ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’નું આયોજન. 80,000થી વધુ CCTV કેમેરાનું AI આધારિત ઇન્ટિગ્રેશન, લાઇવ કેમેરા ફીડ પર ટેસ્ટિંગ અને વિજેતા ટીમોને કુલ ₹37 લાખના રોકડ પુરસ્કાર મળશે.

Last updated: 2026/08/17 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

ગુજરાતમાં પોલીસિંગને વધુ સ્માર્ટ, ઝડપી અને પ્રો-એક્ટિવ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત CCTV ઇન્ટિગ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વીડિયો એનાલિટિક્સ ક્ષેત્રે મોટા પાયે હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેલેન્જમાં દેશભરના ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ, ડેવલપર્સ, વિદ્યાર્થીઓ અને સંશોધકોને વાસ્તવિક પોલીસિંગ પડકારો માટે ટેક આધારિત સોલ્યુશન્સ વિકસાવવાની તક મળશે.

Contents
80 હજારથી વધુ CCTV માટે એકીકૃત સ્માર્ટ સિસ્ટમલાઇવ CCTV ફીડ પર કામ કરશે સ્પર્ધકોAIથી શંકાસ્પદ પ્રવૃત્તિની રિયલ-ટાઇમ ઓળખ પર ફોકસવિજેતા ટીમોને કુલ ₹37 લાખના રોકડ પુરસ્કારબે તબક્કામાં યોજાશે ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જટોચની 6 ટીમો લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં આપશે ડેમોસપ્ટેમ્બરમાં હેકાથોન શરૂ થવાની સંભાવના

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ઉપલબ્ધ 80,000થી વધુ CCTV કેમેરાના નેટવર્કને એકીકૃત કરી વધુ સક્ષમ પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.

80 હજારથી વધુ CCTV માટે એકીકૃત સ્માર્ટ સિસ્ટમ

ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોના CCTV કેમેરા અલગ-અલગ વેન્ડર્સ, ટેકનોલોજી, Video Management System (VMS) પ્લેટફોર્મ અને નેટવર્ક આર્કિટેક્ચર પર કાર્ય કરે છે. આવી અલગ-અલગ સિસ્ટમને એક જ સુરક્ષિત અને અસરકારક પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય તેવા સ્કેલેબલ સોલ્યુશન્સ શોધવાનો આ હેકાથોનનો મુખ્ય હેતુ છે.

આ ઇન્ટિગ્રેશનથી ભવિષ્યમાં પોલીસને વિવિધ સ્થળોના કેમેરા ફીડનું વધુ ઝડપી વિશ્લેષણ કરવામાં અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની સમયસર ઓળખ કરવામાં મદદરૂપ બને તેવી ટેકનોલોજી વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

લાઇવ CCTV ફીડ પર કામ કરશે સ્પર્ધકો

ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026ની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સ્પર્ધકોને માત્ર તૈયાર કરાયેલા ડેટાસેટ પર જ નહીં, પરંતુ લાઇવ CCTV કેમેરા ફીડ્સ સાથે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોલ્યુશન્સનું પરીક્ષણ કરવાની તક મળશે.

સ્પર્ધા દરમિયાન AI આધારિત અનેક મહત્વપૂર્ણ ક્ષમતાઓનું વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવશે. તેમાં શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ, શંકાસ્પદ વાહનોનું ટ્રેકિંગ, અસામાન્ય ગતિવિધિઓની રિયલ-ટાઇમ ઓળખ, તાત્કાલિક એલર્ટ જનરેશન, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), વોચલિસ્ટ મેચિંગ અને ક્રોસ-કેમેરા સર્ચ જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

AIથી શંકાસ્પદ પ્રવૃત્તિની રિયલ-ટાઇમ ઓળખ પર ફોકસ

હેકાથોનમાં ખાસ કરીને એવું ટેકનોલોજીકલ મોડલ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે, જે CCTV કેમેરામાંથી મળતી મોટી માત્રાની વીડિયો ફીડનું AIની મદદથી ઝડપી વિશ્લેષણ કરી શકે.

ઉદાહરણ તરીકે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વાહન એક કેમેરાથી બીજા કેમેરા સુધી જાય તો ક્રોસ-કેમેરા સર્ચ અને વ્હીકલ ટ્રેકિંગ ટેકનોલોજી દ્વારા તેની હિલચાલ શોધી શકાય. એ જ રીતે નંબર પ્લેટ રેકગ્નિશન દ્વારા ચોક્કસ વાહનની ઓળખ તથા વોચલિસ્ટ મેચિંગ દ્વારા સંભવિત સુરક્ષા જોખમો અંગે પોલીસને એલર્ટ મળી શકે તેવા સોલ્યુશન્સનું પરીક્ષણ કરવામાં આવશે.

વિજેતા ટીમોને કુલ ₹37 લાખના રોકડ પુરસ્કાર

CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત વીડિયો એનાલિટિક્સ ક્ષેત્રે આયોજિત આ હેકાથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પ્રતિભાશાળી ટીમો માટે કુલ ₹37 લાખના રોકડ પુરસ્કારો રાખવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસનો પ્રયાસ માત્ર સ્પર્ધા યોજવાનો નહીં, પરંતુ તેમાં વિકસાવવામાં આવતી ઉપયોગી અને સ્કેલેબલ ટેકનોલોજીને વાસ્તવિક પોલીસિંગ જરૂરિયાતો સાથે જોડવાનો છે.

બે તબક્કામાં યોજાશે ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ

ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026 બે મુખ્ય તબક્કામાં યોજાશે.

પ્રથમ તબક્કો ‘Open Innovation Challenge’ રહેશે. તેમાં સ્પર્ધકોને બે અલગ કેટેગરીમાં ભાગ લેવાની તક મળશે.

કેટેગરી-1માં વિદ્યાર્થીઓ તથા નાના અને મધ્યમ કદના સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ શકશે. કેટેગરી-2માં મોટા સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ટેકનોલોજી કંપનીઓને સામેલ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની 6 ટીમોને ફિનાલે માટે પસંદ કરવામાં આવશે.

ટોચની 6 ટીમો લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં આપશે ડેમો

બીજા તબક્કા એટલે કે ફિનાલેમાં પસંદ થયેલી છ ટીમોએ લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં પોતાના સોલ્યુશન્સનું પ્રદર્શન કરવાનું રહેશે.

ટીમોને વાસ્તવિક પોલીસિંગ સિનારિયો આપવામાં આવશે અને તેમની ટેકનોલોજી કેટલી ઝડપી, સચોટ, સુરક્ષિત અને મોટા CCTV નેટવર્ક પર સ્કેલ થઈ શકે છે તેની ચકાસણી કરવામાં આવશે.

આ પ્રક્રિયા દ્વારા માત્ર પ્રેઝન્ટેશન અથવા પ્રોટોટાઇપને બદલે વાસ્તવિક પરિસ્થિતિમાં કામ કરી શકે તેવા ટેક સોલ્યુશન્સને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

સપ્ટેમ્બરમાં હેકાથોન શરૂ થવાની સંભાવના

ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026નો પ્રારંભ સંભવિત રીતે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેની પાત્રતા, નિયમો, ગાઇડલાઇન્સ અને અન્ય વિગતો ગુજરાત પોલીસના સત્તાવાર Sentinel પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ હેકાથોન દ્વારા AI, CCTV ઇન્ટિગ્રેશન, વીડિયો એનાલિટિક્સ અને ડેટા આધારિત પોલીસિંગનો ઉપયોગ કરીને ગુજરાતમાં વધુ ઝડપી અને સક્ષમ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર

દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી

અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ, દર મહિને ₹10 હજારની ખંડણી માગ્યાનો આરોપ

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ

TAGGED: @india, 80000 CCTV Gujarat, AI Surveillance Gujarat, AI Video Analytics, ANPR Gujarat Police, Automatic Number Plate Recognition, CCTV Hackathon India, CCTV Integration Gujarat, Cross Camera Search, GS Malik Gujarat Police, Gujarat AI Hackathon, Gujarat Police AI Hackathon, Gujarat Police AI Technology, Gujarat Police CCTV, Gujarat Police Hackathon, Gujarat Police Innovation Challenge 2026, Gujarat Police Startup Challenge, Gujarat police technology, Live CCTV Feed Hackathon, oneindianews, Proactive Policing Gujarat, Public Safety Gujarat, Sentinel Gujarat, smart policing Gujarat, Vehicle Tracking Gujarat Police, Watchlist Matching

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ
Next Article સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
Gujarat ઓગસ્ટ 17, 2026
દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી
Bharuch Gujarat ઓગસ્ટ 17, 2026
અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ, દર મહિને ₹10 હજારની ખંડણી માગ્યાનો આરોપ
Ahmedabad Gujarat ઓગસ્ટ 17, 2026
સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત
Gujarat Surat ઓગસ્ટ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?