આ કવાયત 23 જૂન સુધી ચાલવાની છે. રશિયા સામે નાટોએ કરેલુ અત્યાર સુધીનુ આ સૌથી મોટુ શક્તિ પ્રદર્શન હોવાનુ મનાઈ રહ્યુ છે. જેમાં 25 દેશોના 10000 સૈનિકો, 250 વિમાનો ભાગ લઈ રહ્યા છે. આ યુધ્ધાભ્યાસ દરમિયાન સૈનિકો રશિયા પર આક્રમણ કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કરશે.
એકલા અમેરિકાએ આ કવાયત માટે પોતાના 2000 સૈનિકો અને 100 વિમાનોને મોકલ્યા છે. નાટોના સભ્ય નથી તેવા સ્વીડન અને જાપાન પણ આ અભ્યાસમાં સામેલ થયા છે.
યુધ્ધાભ્યાસની યજમાની કરી રહેલી જર્મન એરફોર્સનુ કહેવુ છે કે, અમારા માટે નાગરિકોની સુરક્ષા સૌથી ઉપર છે. નાટો દેશો આ પ્રકારના અભ્યાસથી પોતાના જોડાણનો બચાવ કરી શકશે. આમ તે 2018માં સંયુક્ત યુધ્ધાભ્યાસનો પ્રસ્તાવ મુકાયો હતો પણ કોઈને કોઈ કારણસર આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાતો નહોતો અને હવે 2023માં તેનુ આયોજન થઈ રહ્યુ છે.
મોટા પાયે થઈ રહેલી કવાયતના કારણે સિવિલિયન પ્લેનની સેવાઓ પર અસર પડવાની આશંકા છે. જોકે જર્મન એરફોર્સને આશા છે કે, યુધ્ધાભ્યાસનુ આયોજન એ રીતે થઈ રહ્યુ છે કે, કોઈ ફ્લાઈટ કેન્સલ નહીં થાય. કદાચ કેટલીક ફ્લાઈટોના સમયમાં ફેરફાર કરવો પડશે.