Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ યોગદાનથી થયું પરિચિત

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ યોગદાનથી થયું પરિચિત

ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તથા દેશની એકતા અને અખંડિતતાના સંદેશ અંગે જાણકારી મેળવી હતી.

યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ, સમજણ અને વૈશ્વિક જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મુલાકાત દરમિયાન વિવિધ દેશોના યુવા પ્રતિનિધિઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસ મોડલની ઝાંખી પણ મળી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી

એકતા નગર પહોંચ્યા બાદ બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ 182 મીટર ઊંચી વિશ્વવિખ્યાત પ્રતિમાની ભવ્યતા નિહાળી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગો તથા રાષ્ટ્રીય એકીકરણમાં તેમના ઐતિહાસિક યોગદાન વિશે માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન યુવા પ્રતિનિધિઓને સરદાર પટેલે ભારતના રજવાડાંઓના એકીકરણમાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા અને ભારતની એકતા-અખંડિતતાના નિર્માણમાં આપેલા યોગદાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

એકતા નગરના વિકાસ મોડલ અંગે પ્રેઝન્ટેશન

બ્રિક્સ પ્રતિનિધિમંડળ માટે એકતા નગરના સર્વાંગી વિકાસ અંગે વિશેષ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા પ્રતિનિધિઓને એકતા નગરના વિકાસ, પ્રવાસન મોડલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને અહીં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોની માહિતી આપવામાં આવી હતી.

આ સાથે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, પર્યાવરણલક્ષી વિકાસ અને સ્થાનિક સ્તરે ઊભી થયેલી પ્રવાસન તકો વિશે પણ પ્રતિનિધિમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું.

ભારતના વિકાસ અને સાંસ્કૃતિક વૈવિધ્યની મળી ઝાંખી

મુલાકાત દરમિયાન બ્રિક્સ દેશોના યુવા ડેલિગેટ્સે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ‘વિવિધતામાં એકતા’ના મૂલ્યને નજીકથી અનુભવ્યો હતો. એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલા આધુનિક પ્રવાસન માળખા અને કુદરતી પર્યાવરણના સમન્વયને પણ પ્રતિનિધિઓએ નિહાળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા કેવી રીતે પ્રવાસન, સ્થાનિક રોજગારી અને વિસ્તારના સર્વાંગી વિકાસને ગતિ મળી છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

યુવાનો વચ્ચે સહકાર અને સંવાદ વધારવાનો ઉદ્દેશ્ય

BRICS Youth Summit અને BRICS Youth Councilનો મુખ્ય હેતુ સભ્ય દેશોના યુવાનો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન, પરસ્પર સમજણ અને સહકાર વધારવાનો છે. આ પરિષદ દ્વારા યુવાનોને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા, નેતૃત્વ વિકાસ અને નવી ભાગીદારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ એકબીજાના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અનુભવો વિશે જાણકારી મેળવી શકે અને ભવિષ્યમાં સહકારના નવા ક્ષેત્રો વિકસાવી શકે તે માટે આવા કાર્યક્રમોને મહત્વ આપવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બની યાદગાર અનુભવ

એકતા નગરની મુલાકાત બ્રિક્સ યુવા પ્રતિનિધિઓ માટે માત્ર પ્રવાસન અનુભવ પૂરતી મર્યાદિત રહી નહોતી. તેમને ભારતની રાષ્ટ્રીય એકતા, સરદાર પટેલનું નેતૃત્વ, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિકાસ મોડલને એકસાથે સમજવાની તક મળી હતી.

વિવિધ દેશોના યુવા ડેલિગેટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત ભારતની એકતા, અખંડિતતા અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને સમજવાનો યાદગાર અનુભવ બની હતી.

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર નિરવ પારીતોષ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.