અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા અમૃત મહોત્સવ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ નુ આયોજન ABVP ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહ મા મુખ્ય અતિથિ તરીકે શ્રી અતુલ ભાઈ કોઠારી (રાષ્ટ્રીય સચિવ , શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને અ.ભા.વિ.પ ના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી) અને શ્રી આશિષજી ચૌહાણ ( અ.ભા.વિ.પ રાષ્ટ્રીય સંગઠન મંત્રી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ક્ષેત્રિય સંધચાલક ડૉ. જયંતી ભાઈ ભાડેસીયા, ઈફ્કો ના ચેરમેન શ્રી દિલિપ ભાઈ સંઘાણી, નિવૃત શાસનાધિકારી શ્રી અશ્વિન ભાઈ ત્રિવેદી ,અ.ભા.વિ.પ ના ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ શ્રી લક્ષ્મણ ભાઈ ભુતડિયા અને અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અમૃત મહોત્સવ ના કાર્યક્રમ મા વિધાર્થી પરિષદ ના પૂર્વ કાર્યકર્તાઓએ પ્રાણ પુરવાનુ કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મા વિધાર્થી પરિષદ મા પ્રતિનિધિત્વ કરેલ અને જે તે સમય દરમ્યાન તમામ કાર્યકર્તાઓનુ મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું. તમામ પૂર્વ કાર્યકર્તાઓ એકબીજા ને યાદો તાજા કરી. અને પોતાના અનુભવો ની રસપ્રદ ચર્ચા થકી સમારોહ મા ઉત્સાહભેર સહભાગી થયા. આ સમારોહ મા વિશિષ્ટ અતિથી ના ભાષણ પણ રાખવામાં આવ્યા હતા. જેમા મુખ્ય અતિથિ શ્રી અતુલ એ પોતાના વક્તવ્યમાં છે કે, “વિદ્યાર્થી પરિષદ ની અનેક વિશેષતાઓ માં એક વિશેષતા એ છે કે , વિદ્યાર્થીઓનું સંગઠન પણ એની ઓળખ આચાર્યો છે. જેમણે એવા ગુણવાન લોકો નુ નિર્માણ કર્યું, જેઓ આજે સમાજ ના વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ હોય , વ્યાપાર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય પોતાની આગમી કાર્ય પદ્ધતિ થી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” ત્યાર બાદ અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષ ચૌહાણજી એ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે,” આજે સંપૂર્ણ કાર્યપદ્ધતિ અનુસરવાનો આગ્રહ રાખવામાં ગુજરાત પ્રથમ પંક્તિમા છે. એજ પધ્ધતિના આગ્રહી લોકો આજે અલગ-અલગ ક્ષેત્રો માં પણ આપણા એજ ગુણો સાથે સમાજ સેવા મા કાર્યરત છે.”
આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ક્ષેત્રિય પ્રચારક ડૉ. જયંતીભાઈ ભાડેશીયા તેમના વિશેષ ઉદબોદનમાં કહ્યું કે “વિદ્યાર્થી પરિષદ એ શિક્ષણ ક્ષેત્ર માં દેશ ભક્તિ નું બીજ બનીને આજે વટવૃક્ષ બન્યુ અને આ વટવૃક્ષ માંથી બનેલા ફળો આજે આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે. ધ્યેય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સંગઠન ની ઓળખ છે એમની આપેલી એક એક પળ શ્રેષ્ઠ છે પણ એમના માં વિવેક, નમ્રતા અને સત્જ્ઞાન એ સહજ ભાવે આવી જાય એ વિદ્યાર્થી પરિષદ ની વિશેષતા છે.”
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, આ અમૃત મહોત્સવ સંમેલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ૭૫ વર્ષ ની યાત્રા મા પોતાનુ બહુમુલ્ય યોગદાન આપનાર બધા જ સન્માનિત વડિલ પૂર્વ કાર્યકર્તાઓએ આ સંમેલનમાં ખુબ જ સ્નેહ પૂર્વક ભાગ લિધો હતો. અ.ભા.વિ.પ ના વર્તમાન અને પૂર્વ કાર્યકર્તાઓના મિલન ને જોઈ ને અ.ભા.વિ.પ પરિવાર નુ ખુબ જ સુંદર દ્રશ્ય નજરે પડ્યા હતા. વિદ્યાર્થી પરિષદને શક્તિશાળી બનાવવા પાછળ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓનો ફાળો રહેલો છે. કાર્યક્રમ થકી એ તમામ કાર્યકર્તાઓને અભિવાદન આપવાનો અનેરો અવસરના અ.ભા.વિ.પ ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મળ્યો હતો.