Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં મંદિર કોઠારી સર્વમંગલ સ્વામી, સંતશ્રી ધર્મનીલય સ્વામી ના હસ્તે શુભારંભ થયો. જેમાં આંખની તપાસમાં ૨૬૦ અને ચશ્મા વિતરણ ૧૬૦ જેટલા લાભાર્થીઓ મળી કુલ ૪૨૫ લાભાર્થીઓએ લાભ લીધો.

આ પ્રસંગે આઈપીપી અમિત સોની, અંધજન મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ પટેલ બીવીપી મંત્રી રિન્કેશ સોની, ઉપ પ્રમુખ દિવ્યેશ શાહ, કારોબારી સભ્યો ભાલચંદ્ર બ્રહ્મભટ્ટ, પ્રદીપ બારોટ, ગિરીશ ગામી, ર્ડો સ્નેહલ શાહ, સુરેશ પંચાલ,નરેશ ભાટિયા, વ્રજ પંડ્યા, ધ્રુવ સોની, અંધજન મંડળ ટીમમાં રિન્કેશ લખમાણી, પલકબેન પટેલ , અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.