વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના વિકરાળ સ્વરુપથી બાજુના ડબ્બામાં પણ આગ પ્રસરી ગઇ હોવાની માહિતી છે. આગ લાગવાની ઘટના બનતા રેલવે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને લાઈન બંધ કરીને અન્ય ટ્રેનોને અટકાવવામાં આવી હતી.
ટ્રેન મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહી હતી
વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી છે. આ ટ્રેન મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહી હતી, તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી.આ ટ્રેનમાં જનરેટર કોચમાં આગ લાગી હતી.જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તે ટ્રેનના બાજુના ડબ્બામાં પણ પ્રસરી ગઇ હતી.
આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ નહીં
પ્રાથમિક ધોરણે આ આગ જનરેટર કોચમાં શોર્ટ સર્કિટના કારણે પ્રસરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરુ કરાવી હતી. ટ્રેનમાંથી તાત્કાલિક ધોરણે તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના પગલે રેલવે લાઈન બંધ કરીને અન્ય ટ્રેનોને અટકાવવામાં આવી છે. તો બીજી તરફ આગ ન બુઝાતા ડબ્બા અલગ પાડી દેવામાં આવ્યા છે અને આ સાથે જ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યુ. જો કે સ્થાનિક અધિકારીઓ દ્વારા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જો કે આગ બુઝાયા બાદ આગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.