ભારતીય જનતા પાર્ટીના આણંદ સીટના વર્તમાન સાંસદ અને ઉમેદવાર મિતેશભાઈ પટેલે (બકા ભાઈ) ગિરિરાજ પર્વતથી શ્રીનાથજી ના દર્શન કરી યાત્રાનો શુભારંભ કર્યો અને શ્રી સિકોતર માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કર્યું. નગર યાત્રામાં ખુલ્લી જિપમાં ઉમેદવાર મિતેશભાઈ પટેલ ઉભા હતાં અને સૌ નગરવાસીઓનુ અભિવાદાન સ્વીકારતા હતાં. તેમની સાથે ભાજપ શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા, એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ હતાં. ડીજે પર વાગતા વિકાસના ગીતો સાથે ખુબ મોટી સંખ્યામાં સમર્થકો પોતાના બાઈક સાથે આ યાત્રામાં જોડાયા હતાં.
મિતેશભાઈ જે જે વિસ્તારથી નીકળ્યાં તે દરેક વિસ્તારના વ્યક્તિઓએ મિતેશભાઈને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કર્યું, આ યાત્રામા ઉમેદવાર તરફી લોમોનો પ્રેમ અને આદર જોતા જ સ્પષ્ટ થાય છે કે ચોક્કસ મિતેશભાઈ પટેલ મોટી સરસાઈથી જીતશે. ઘણી જગ્યાએ લોકોએ પોતાના મકાનની ગેલેરી પરથી મિતેશભાઈ ઉપર ફૂલોનો વરસાદ કર્યો અને આખા ઉમરેઠમાં જાણે ચૂંટણીના મહાપર્વનો ઉત્સાહ આ રોડ-શોથી બમણો થઈ ગયો હતો.
રિપોર્ટર -ધનંજય શુક્લ(ઉમરેઠ)