Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

ખેડા જિલ્લા હોમગાર્ડના સભ્યોનું બેલેટ દ્રારા સંપૂર્ણ થયેલું મતદાન

ખેડા જિલ્લા હોમગાર્ડના સભ્યોનું  બેલેટ દ્રારા સંપૂર્ણ થયેલું મતદાન

ખેડા જિલ્લા હોમગાર્ડદળ સહિત અધર્સ સ્ટાફનું મતદાન જે તે તાલુકા મથકોના ફેસીલીટી સેન્ટરો ખાતે યોજાયું હતું.જેમાં હોમગાર્ડઝના સોળ યુનિટના સભ્યોએ ભારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી છે. પ્રાપ્ત વિગતો જોઈએ તો, જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર ,સ્ટાફ ઓફિસર અલ્પેશભાઈ મકવાણા (તાલીમ) તથા સ્ટાફ ઓફિસર નિર્મલભાઇ મહેતા (જનસંપર્ક)ની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સોળ યુનિટના ઓફિસર કમાન્ડિંગ-યુનિટ અધિકારીઓ દ્વારા મતદાન 100% થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગુરુવારે વહેલી સવારથી મતદાનનો સમય પૂર્ણ થાય ત્યાં સુધીમાં 1200 ઉપરાંત મતદારોએ મતદાન કરીને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

જયારે શુક્રવારે બાકીના સભ્યોએ મતદાન કરતાં હોમગાર્ડ મતદાન સંપૂર્ણ થયું છે.હોમગાર્ડના સભ્યોનું બેલેટથી મતદાન થાય છે. કારણ કે,તેઓએ ચૂંટણીના દિવસે પોતાની ફરજ બજાવવા માટે પોતાના નિવાસસ્થાનથી દૂર દૂર સુધી જવું પડતું હોય છે.જેના પરિણામે ચૂંટણી તંત્રના આયોજન મુજબ મતદાન કાર્યક્રમ સંપન્ન થયો હતો.જેમાં હોમગાર્ડ સભ્યોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.આગામી દિવસોમાં હોમગાર્ડના સભ્યોએ રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં પણ બે તબક્કાની ચુંટણીમાં ફરજ બજાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.