અમેરિકામાં પહેલી જ વાર ઘણા મોટા પાયા ઉપર હિન્દુઓનું સંમેલન થયું હતું. ભારતીય અમેરિકનોના એક સમુહે અમેરિકામાં સંસદ-ગૃહ ધી કેપીટોલમાં હિન્દુ અમેરિકન શિખર સંમેલન યોજ્યું હતું. અમેરિકન હિન્દુઝ નામક એક સ્વૈચ્છિક સંસ્થાના સ્તાપક અને અધ્યક્ષ રોમેશ ઝાખરા ઘણા જ ઉત્સાહિ રહ્યા. તેઓએ હિન્દુઓને પાઠવેલા સંદેશમાં એક જૂથ થવા અનુરોધ કર્યો હતો.
આ સાથે હિન્દુઓએ અમેરિકાનાં સંસ્કૃતિ, સમાજ અને અર્થતંત્ર જેવી બાબતોમાં આપેલાં પ્રદાનની પ્રશંસા કરવા સાથે કહ્યું હતું કે, આમ છતાં અમેરિકામાં રાજકારણમાં હિન્દુઓનું પ્રદાન નહીવત છે. જે વધારવું જોઇએ.
તે સર્વવિદિત છે કે ૨૧, ૨૨, ૨૩, ૨૪ તેમ ૪ દિવસ ભારતના વડાપ્રધાન મોદી અમેરિકાની યાત્રાએ જવાના છે. એક અસામાન્ય પગલું ભરી બાયડન કુટુમ્બ મોદીને પોતાનાં નિવાસ સ્થાનમાં (વ્હાઇટ હાઉસમાં) અંગત મહેમાન ગણી કૌટુંબિક ભોજન આપવાના છે.
મોદીની અમેરિકાની યાત્રા પૂર્વે યોજાયેલાં આ હિન્દુ શિખર સંમેલનમાં ૧૩૦ મહત્ત્વની વ્યક્તિઓ અમેરિકામાં રહેતા ૨૦ જેટલાં હિન્દુ અને ભારતીય સંગઠનોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં અતિથિ-વિશેષ પદે અમેરિકાનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવના અધ્યક્ષ (સ્પીકર) કેવીન મેકાર્થી પણ ઉપસ્થિત હતા.
ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં ડેમોક્રેટસ અને રિપબ્લિકન્સ તથા ઇન્ડીપેન્ડન્ટસ પણ ઉપસ્થિત હતા.