Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ

પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ

પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. સંતો, ધર્માચાર્યો સાથે મહંત ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે.

તીર્થક્ષેત્ર પ્રયાગમાં યોજાયેલ મહાકુંભમેળા પ્રસંગે સંગમક્ષેત્રમાં સાધુ સંતો, અખાડા અને વિવિધ મંડળો જોડાઈ રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા પ્રવેશ થયો છે.

સંતો, ધર્માચાર્યો સાથે મહંત ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે. આ નગર પ્રવેશ દરમિયાન ભારતવર્ષનાં અગ્રણી ધર્માચાર્યોનું નગરજનો દ્વારા ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આવકાર સ્વાગત કરવામાં આવેલ છે.

ગિરનારીબાપુનાં સ્મરણ સાથે નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા મહાકુંભમેળા પ્રસંગે હરસિદ્ધિજી સાથે જ્યદાસજીબાપુનાં સંકલન સાથે મૂકિતમાર્ગ (સેકટર ૧૯) જૂંસી ક્ષેત્રમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે તેમ તુલસીદાસજી મહારાજે જણાવ્યું છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.