વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના કોડરમામાં યોજાયેલી જાહેરસભામાં ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું છે. તેમણે જનમેદનીને સંબોધતા કહ્યું કે, ‘JMM, કોંગ્રેસ અને RJDના લોકો ગભરાઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કોડરમાના એક નેતાએ મેન ગોળી મારવાની વાત કહી છે. જેઓ મોદીની કબર ખોદવા માંગે છે, તેઓ અહીં આવે અને નજારો જુએ. મને ગોળી મારવાવાળાઓ, આ લોકો (જનમેદની) જ મારું સુરક્ષા કવચ છે.’
હું ચા વેંચીને અહીં સુધી પહોંચ્યો છું : મોદી
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું કોઈ મોટા રાજઘરાનામાં જન્મ્યો નથી. હું ચા વેંચીને અહીં સુધી પહોંચ્યો છું. મેં જે સમસ્યાઓ જોઈ છે, તે સમસ્યાઓ દેશના ગરીબ લોકો જુએ, તેવું હું ઈચ્છતો નથી. તેથી જ મોદી તમારી લડાઈ લડી રહ્યો છે. હું સીધો કાશીથી તમારી પાસે આવ્યો છું. હું કાશીથી ભગવાન ભોલે બાબાના આર્શિવાદ તમારા માટે લઈને આવ્યો છું.’
#WATCH | Jharkhand: During a public rally in Koderma, PM Modi says, "JMM, Congress and RJD people have lost their mental stability. In this Koderma, a member of INDI alliance, spoke about shooting me. Those people who are dreaming about digging a grave for Modi must come here and… pic.twitter.com/Neb7boGvvy
— ANI (@ANI) May 14, 2024
‘હું કાશી માટે વડાપ્રધાન નહીં, એક સાંસદ છું’
વડાપ્રધાને કહ્યું કે, ‘તમામ સ્થળોએ એક જ વાત ગૂંજી રહી છે કે, ફરી એકવાર મોદી સરકાર… હું કાશીના લોકો માટે વડાપ્રધાન નહીં, પરંતુ એક સાંસદ છું અને આ વિશ્વાસથી તમારે મતદાન કરવાનું છે. હું કોડરમા માટે એવી રીતે જ કામ કરીશ. તમારો એક મત દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવશે.
‘મોદીને પડકારો ટાળતા નહીં, ટક્કર આપતા આવડે છે’
તેમણે કહ્યું કે, ‘દેશમાં કોંગ્રેસની સરકાર વખતે નક્સલવાદની સમસ્યા હતી, પરંતુ અમારી સરકારે નક્સલવાદને ખતમ કરવાનો અને તેના પર લગામ કસવાનું કામ કર્યું છે. કોંગ્રેસની નબળી સરકારોના કારણે દેશમાં નક્સલવાદ વધ્યો અને ડાબેરીઓએ પણ તેનો લાભ ઉઠાવ્યો. પરંતુ આ ભાજપની સરકાર છે અને અમે નક્સલી હિંસા ઘટાડી છે. મોદીને પડકારો ટાળતા નહીં, પરંતુ ટક્કર આપતા આવડે છે.