વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 એટલે કે શરદપૂનમના દિવસે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચંદ્રગ્રહણને ખુબ જ ખાસ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણની અસર લોકોના જીવન પર પણ પડે છે. વ્યક્તિઓ પર તેનો શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. નિષ્ણાંતો મુજબ આ સંયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે, જેમાં શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતક લાગી જાય છે. શરદપૂનમ એટલે કે 28 ઓક્ટોબરે જે ચંદ્રગ્રહણ લાગશે તે ભારતમાં પણ જોવા મળશે. જેથી સૂતકકાળ પણ લાગુ પડશે.
શું છે ચંદ્રગ્રહણનો સમય?
ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની મોડી રાત્રે 1 કલાક 05 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 કલાક અને 24 મિનિટે પૂર્ણ થશે. ત્યારે સૂતકકાળનો સમય 4 વાગ્યાની આસપાસ શરૂ થશે અને ગ્રહણ પૂર્ણ થશે ત્યાં સુધી રહેશે. જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતકકાળથી લઈને ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પડે છે, ત્યારે આ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન આ લોકોએ રાખવું ખાસ ધ્યાન
- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. કારણ કે તે દરમિયાન તેની પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.
- ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ ના જોવું અને ઘરની બહાર પણ ના નીકળવું જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું અને મંત્રોનો જાપ કરો પણ મંદિરમાં ના જવુ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન અને દુધ-દહીં જેવી વસ્તુઓમાં તુલસીના પાન નાખવા જોઈએ. જો આ દરમિયાન ભોજનની કોઈ વસ્તુઓમાં તુલસીના પાન નાખવાના રહી ગયા હોય તો તેનું સેવન ના કરો.
- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાની પાસે એક નારિયેળ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે ગ્રહણના નકારાત્મક પ્રભાવથી માતા અને બાળકો બંનેની રક્ષા થાય છે. ગ્રહણ બાદ આ નારિયેળને નદીમાં વિસર્જિત કરી દો.
- આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલમાં પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ.