જુનાગઢમાં પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં આવેલા ટોળાએ હુમલો કરી દીધો હતો. ડીમોલિશનને મામલે થયેલી માથાકુટમાં મોટું ટોળું પોલીસ પર તૂટી પડતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાથી લઈને લાઠીચાર્જ કરવો પડ્યો છે. ટોળા દ્વારા અહીં આગચંપી કરવામાં આવી હતી. વાહન સળગાવવાથી લઈને તંગદીલીનું વાતાવરણ ઊભું થતા પોલીસે ટોળાની સામે હિંમતભેર કાર્યવાહી કરતા લોકોના ટોળામાં નાસભાગ મચી ગઈ છે.
થોડા દિવસ અગાઉ ઉપરકોટના કિલ્લા ઉપર બનેલી અનધિકૃત મજારો અને મસ્જિદોના ડિમોલેશનને લઈ મુસ્લિમ સમાજે પ્રશાસન ઉપર દબાવ બનાવવા માટે પોતાની મુળભૂત પેટર્ન પ્રમાણે પોલિસ ચોંકી ઉપર યોજનાપૂર્વક હુમલો કર્યાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત જુનાગઢના પ્રવેશદ્વાર સમાન મજેવડી દરવાજાની સામે જ આવેલી મસમોટી ગેરકાયદેસર દરગાહને લઈને પણ નગરપાલિકા પ્રશાસન સખ્ત પગલાં લેવાના અભિગમ સાથે આગળ વધતાં દેખાતા મુસમાનોમાં આક્રોશ વધતો જોવા મળ્યો હતો. આને લઈ મુસલમાનોના ટોળાં દ્વારા પોલીસ ચોકી ઉપર હુમલો કરી ગાડીઓ પણ સળાવવામાં આવી હોવાનું સુત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે. મુસ્લિમ ટોળાને નિયંત્રણમાં લાવવા ટિયર ગેસનાં ૨૫ થી વધારે સેલ છોડ્યાનું સામે આવ્યું છે.
વધું વિગતની રાહ જોવાઈ રહી છે.