કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સરાહતા એચ.એન.જી.યુ પાટણના કુલપતિ પ્રોફેસર કે સી પોરીયા એ જણાવ્યું હતું કે બે દશક પહેલાના સમયમાં સરકાર દ્વારા ચાલતા લોકકલ્યાણકારી અભિયાનોની માહિતી મેળવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ સાંપ્રત સમયમાં આંગળીના ટેરવે એ વાત શક્ય બની છે અને આ માહિતી યુગમાં પહેલાના જમાના ની કહેવત ” મન હોય તો માળવે જવાય “;ની જગ્યાએ ” માહિતી હોય તો મંગળ પર જવાય ” એ વાત ચરીતાર્થ થાય છે પરંતુ આપણે સૌ ભારત દેશના જવાબદાર નાગરિક તરીકે માનનીય વડાપ્રધાન ના નાગરિક પ્રથમના સંકલ્પને સાકાર કરવા આ માહિતીના સ્ત્રોતનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી ભારતના તમામ નાગરિકોનું જીવન ધોરણ સુધારવા આપણું યોગદાન આપીએ તો જ આવા કાર્યક્રમ સાર્થક બની શકે.
કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ સ્થિત બી ડી એસ કેમ્પસ ના નિયામક બીપી ચૌધરીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમમાં વિવિધ માહિતીના સ્ત્રોતો દ્વારા જ્યારે આપણને જ્ઞાન મળી રહ્યું હોય ત્યારે એક વિદ્યાર્થી અને જવાબદાર યુવા તરીકે હવેના 25 વર્ષનું પ્રધાનમંત્રી નુ સ્વપ્ન એટલે વિકસિત ભારત 2047 તેમની દ્રષ્ટિ અને અભિયાનો જેવાકે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ, બેટી બચાઓ બેટી પઢાઓ, જન ધન યોજના વગેરે દ્વારા આપણે વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરી શકીશું હવે વિધાર્થીઓએ વર્ચ્યુઅલ મોડ થી વાસ્તવિક મોડ પર આવી કામ કરશે તો ચોક્કસ તેમના સ્વપ્નને ઉડાન મળશે અને આ ઉડાન વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરતું એક પગલુ હશે સરકાર નાગરિક પ્રથમ ની દિશામાં કામ કરી રહ્યુ છે ત્યારે દેશના યુવા એ પણ સ્ટાર્ટઅપ થકી નવીન રોજગારીની તક ઉભી કરવી પડશે વિશ્વ હવે ભારતને ગ્લોબલ લીડર માને છે ત્યારે યુવાનોએ તક મેળવી મહેનતથી આગળ આવવું પડશે
ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન પર દેશ ના જન – જન ના વિકસિત ભારતના સપનાને
સાકાર કરવા સરકાર ની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનો ની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા કેન્દ્રીય સંચાલ બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ નિહાળી છેવાડાના માનવી સુધી આ સરકારી યોજનાની માહિતી પહોંચાડે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રદર્શનના બીજા દિવસે વિવિધ પ્રવૃત્તિઓના આયોજન સાથે સમાપન સમારંભ યોજાયો .
વિકસિત ભારત @2047 અંતર્ગત આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ લોકજાગૃતિ વધે તેમજ એ માટે પ્રદર્શન સાથે અસરકારક માધ્યમો, મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા ૨૧ અને ૨૨ તારીખ સુધી પાટણ યુનિવર્સિટી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શન માં વિકસિત ભારત@૨૦૪૭ ના મહત્વકાંક્ષી સંકલ્પો સાથે મોદી સરકારના સફળ 100 દિવસો, સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન , યોગ ઉત્સવ , ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકાર ની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત ચિત્ર, વકતૃત્વ , પ્રશ્નમંચ તેમજ નિબંધ સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો , મલ્ટિમિડીયા પ્રવૃતિઓ નું આયોજન એન.એસ.એસ વિભાગ તેમજ જર્નાલિઝમ મને માસ કમ્યુનિકેશન વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સહયોગથી કરવામાં આવ્યું હતું.
સેલ્ફી પોઇન્ટ તથા જાણકારી ચિત્ર પ્રદર્શન સાથે વિવિધ ટેલીફિલ્મો તેમજ સ્વચ્છતા પ્રતિજ્ઞા જેવી પ્રવૃત્તિઓનું આયોજન પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું, સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી મનોરંજક શૈલીમાં પૂરી પાડવા માટે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારની ટીમ દ્વારા સુંદર નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ને સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ મલ્ટિમિડીયા પ્રદર્શન ના પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત
વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત આ ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામમાં આર્કિટેક વિભાગના એચ.ઓ.ડી મીરા ચતવાણી , ભાસ્કર ગોસ્વામી, એન.એસ.એસ કોઓર્ડીનેટર કમલેશ ઠક્કર, જર્નાલિઝમ વિભાગમાંથી સહાયક પ્રોફેસર ભરતભાઈ ચૌધરી, એમ.એસ. ડબલ્યુ ના એચ.ઓ. ડી, ગાર્ગી રાવલ, રોશન અગ્રવાલ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસથી એક આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ન્યાય આયોજન કેન્દ્ર સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી જેડી ચૌધરીએ કર્યું હતું.