ગુજરાતમાં ચંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે , ત્યારે તેની લોકો માં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરના હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો .
શિવમ ક્રીએશન અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ અંગે પપેટ શો ના માધ્યમ થી બાળકો તેમજ વાલીઓને સમજણ આપવામાં આવી હતી જે અંતર્ગત આ વાયરસ કેવી રીતે ફેલાય છે ? કોને થઈ શકે ? શું કાળજી રાખવી અને તેના ઉપાયોની સમજણ આપવામાં આવી હતી .
શિવમ ક્રીએશન ના પિયુષભાઈ વ્યાસ તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર ના હર્ષદભાઈ જોષી એ વધુ જાણકારી આપતા કહ્યું કે ઘર તેમજ આસપાસ ની જગ્યામાં સ્વછતા જાળવવી , ૦ થી ૧૪ વર્ષના બાળકો ને આ વાયરસ ની અસર થવાથી બાળકો ને બહાર મોકલતા પેહલા શરીર સરખું ઢંકાયેલુ રહે તેની કાળજી રાખવી , સૂતી વખતે મચ્છર દાની નો ઉપયોગ કરવો અને તેમ છતાંય જો બાળક ને તાવ , શરદી ઉધરસના લક્ષણો દેખાય તો નજીકના દવાખાને બાળક ને લઈ જવું.
વધુ માં જણાવતાં કહ્યું આ ચેપી રોગ નથી , પરંતુ સેન્ડ ફ્લાય નામની માખી માં થી થતો રોગ છે જેની ઉત્પતિ ભેજ વાળા વાતાવરણમાં વધુ થાય છે , અને મુખ્યતઃ આ માખીઓ દીવાલોની તિરાડો , લીપણ વાળા ઘરોમાં જોવા મળતી હોય છે , જ્યાં સૂર્ય પ્રકાશ નથી મળતો ત્યાં પણ સેન્ડ ફ્લાય ની ઉત્પત્તિ થવાની શક્યતાઓ વધતી હોય છે .
હર્ષદભાઈ એ વધુ જણાવતા કહ્યું કે આ રોગ થી બિવા ની જરૂર નથી પરંતુ જરૂરી તકેદારી રાખવી અને સાવચેત રેહવાની જરૂર છે , આપણે જો કોરોનો જેવી મહામારી ને નાથી શકતા હોય તો ચંદિપુરા ને કેમ નહી……