વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી 22 મે થી 5 જૂન સુધી ચાલી રહેલા STOP SINGLE USE PLASTIC કેમ્પેઇનને દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ કેમ્પેઇન અંતર્ગત ભાવનગર શહેરના બી.એમ.સી. ના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સહયોગથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિશન અંતર્ગત ૫૦ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે એક કોટન બેગ પાણીની ટાંકી પાસે વિક્ટોરિયા પાર્ક, શિવાજી સર્કલ સેન્ટ મેરી સ્કૂલ પાસે, ઘોઘા સર્કલ અખાડા – ભાવનગર ખાતેથી મેળવી શકો છો. 5 જૂનના દિવસે સાંજે 4 થી 6 વાગ્યા સુધી આ સ્થળોએ યોજાશે.
સ્વચ્છ ભારત મિશન અર્બન બી.એમ.સી. ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી દ્વાર અત્યારસુધીમાં 2 લાખથી વધુ કોટન બેગ ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે 1 કરોડથી વધુ ઝભલા સોસાયટી માંથી ઓછા કરવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં 50 લાખ કિલો પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવ્યું છે.