Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલન યોજાયું હતું. જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી. જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ અને બાળલગ્ન ન કરવા જાણકારી આપીને શપથ લેવડાવ્યા હતા. તેમજ દીકરી વધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા ઊર્મિલાબેન, સામાજિક અને રાજકીય આગેવાન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.