Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન

પાટણ જિલ્લામાં  વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન

આ રથયાત્રાનું ઉદ્દેશ્ય જળ સંચય જલ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સદ્ઉપયોગ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે આ રથયાત્રા પહોંચતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.પી. જોષી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ જળ સંચય અને જળસંચયનાં મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ભવિષ્યની પેઢીને પાણીની સમસ્યા ન ભોગવવી પડે એ માટે દરેક ગ્રામજનોનું હિતજાગૃતિ સાથે જલસંચયમાં સહયોગ આપવો ખૂબ જરૂરી છે.
કાર્યક્રમના ભાગરૂપે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં પણ જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આ સ્પર્ધાઓ ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી બની.
આ રથયાત્રા દરમિયાન ગામમાં જલસંચયની ઉદાહરણરૂપ કામગીરી કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા ગામના અન્ય લોકો માટે પણ પ્રેરણા જગાવવામાં આવી હતી કે જલસંચય એ મહાન સેવા છે.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જલ હશે તો જીવન હશે એ સૂત્રને સાર્થક કરતાં સૌએ શ્રમદાન કરીને પર્યાવરણ રક્ષણની શપથ લીધી હતી.

જનજાગૃતિના સંકલ્પ સાથે કરવામાં આવ્યું, જ્યાં એક બુંદ બચાવ, ભવિષ્ય બચાવ નો નારો ગામભરમાં ગૂંજતો જોવા મળ્યો હતો.

આ પ્રેરણાદાયી યાત્રા દ્વારા પાટણ જિલ્લાના ગ્રામજનોમાં જળ સંરક્ષણ પ્રત્યેનો સકારાત્મક બદલાવ લાવવાની આશા છે.

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.