આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તેમજ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કર્યું છે જો કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ દરેકની સહમતિથી લાગુ થવો જોઈએ અને આ મુદ્દા પર તમામ પક્ષો સાથે ચર્ચા થવી જોઈએ.
#WATCH | We support Uniform Civil Code (UCC) in principle as Article 44 also says that there should be UCC in the country. Therefore, there should be a wide consultation with all religions, political parties and organizations and a consensus should be built: AAP leader Sandeep… pic.twitter.com/kiZoOpcgcS
— ANI (@ANI) June 28, 2023
આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે અમે સૈદ્ધાંતિક રીતે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપીએ છીએ કારણ કે કલમ 44 પણ કહે છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ. આ માટે તમામ ધર્મો, રાજકીય પક્ષો અને સંગઠનો સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ સર્વસંમતિ બનવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જે બાદ વિરોધ પક્ષોથી લઈને મુસ્લિમ સંગઠનો પર પણ ખળભળાટ મચી ગયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઉતાવળે મોડી રાત્રે ઈમરજન્સી બેઠક બોલાવી હતી જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.
પીએમ મોદીએ ગઈકાલે નિવેદન આપ્યુ હતું
પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ગૃહ ચાલી શકશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચલાવી શકશે. દેશને બે કાયદાથી ચલાવી શકાય નહીં. ભાજપ વિરોધી પક્ષોએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે મુસ્લિમોમાં ભ્રમણા ફેલાવી છે. ભાજપના કાર્યકર્તાઓએ તેમની પાસે હકીકતો લઈને તેમને સમજાવવા જોઈએ. પીએમ મોદીના નિવેદન બાદ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા તેજ થઈ ગઈ છે.