નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વિકાસ, સુશાસન અને જનહિતને કેન્દ્રમાં રાખતી નીતિઓને કારણે પ્રજાનો વિશ્વાસ ભાજપ તરફ મજબૂત બન્યો છે.
આ વિશ્વાસને વધુ બળ આપતો એક મહત્વનો રાજકીય વિકાસ આજે સામે આવ્યો, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
માહિતી મુજબ, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયા હતા. તેમાં ખાસ કરીને વિજય વસાવા (ખોપી જિલ્લા પંચાયત) પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ભાજપના વિકાસકાર્યો થી પ્રેરાઈને આ નિર્ણય લીધો છે. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ, મહામંત્રી હિતેશ વસાવા તથા અન્ય આગેવાનો દ્વારા તમામ નવા કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ભાજપનો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેઓ વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે.
ભાજપના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, જ્યારે ભાજપ વિકાસ, સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ પર સતત કાર્યરત છે.
જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા અમલમાં મૂકાયેલા વિકાસકાર્યો અને લોકકલ્યાણ યોજનાઓને કારણે પ્રજામાં વિશ્વાસ વધ્યો છે, જેના પરિણામે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા, જનતાએ વિકાસ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર કર્યો છે. ભાજપના આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં ભાજપને ભવ્ય બહુમતી સાથે વિજય મળશે અને નર્મદા જિલ્લો વિકાસના નવા માર્ગે આગળ વધશે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel