સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે.
મળતી માહિતી અનુસાર, નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 126 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 84 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા અને 42 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપ તરફથી સૌથી વધુ 64 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રહ્યા. કોંગ્રેસના 9માંથી 8 ફોર્મ માન્ય થયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 22માંથી 21 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયા દરમિયાન, વોર્ડ નંબર 4 ડૉ . નિધીબેન આદિત્ય પંચાલઅને વોર્ડ નંબર 6 ના શિવાની બેન મેહુલકુમાર માછી ઓબીસી કેટેગરીની મહિલાઓ માટેની બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષે ઉમેદવારી નોંધાવી નહોતી. જેના કારણે આ બંને બેઠકો ભાજપના ખાતામાં બિનહરીફ રીતે જતી રહી છે.
આ ઘટનાને કારણે ભાજપે ચૂંટણી પહેલા જ જીતનો શંખનાદ કર્યો છે અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel