Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે

લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે આ પરિસ્થિતિને સામાન્ય તકનિકી ખામી કે હવામાનની સમસ્યા તરીકે નહિ જોવામાં આવે, પરંતુ એક ગંભીર ફેલિયર તરીકે જોવામાં આવી રહી છે, જેના માટે ઇન્ડિગોની જવાબદારી નક્કી કરાશે. તેમણે જણાવ્યું કે એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી થશે અને કોઈપણ એરલાઇન મુસાફરોને પરેશાન કરતી હોય તો તેને છૂટછાટ આપવામાં નહીં આવે.

પ્રારંભિક તપાસ મુજબ ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં—ખાસ કરીને ફ્લાઇટ ક્રૂના રોસ્ટર અને ડ્યૂટી અવર્સમાં—ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ક્રૂ મેનેજમેન્ટમાં થયેલી ગડબડને કારણે ‘ચેન રિએક્શન’ સર્જાયું હતું, જેના કારણે સમગ્ર નેટવર્ક અવરોધિત થયું. શિયાળાના સમયપત્રકથી વધેલો દબાણ, કેટલાક રૂટ્સ પર ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને એર ટ્રાફિક કન્ઝેશન જેવી પરિસ્થિતિઓએ સમસ્યાને વધુ ગંભીર બનાવી. મંત્રી નાયડુએ જણાવ્યું કે નવા ‘ફેટીગ મેનેજમેન્ટ’ નિયમો હેઠળ પાઇલટના આરામની વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મૂકવાની ઇન્ડિગોએ ખાતરી આપી હતી, પરંતુ રોસ્ટરિંગ સિસ્ટમની ખામીના કારણે ફ્લાઇટ્સ રદ કરવાની અસરકારક અસર પડી.

સરકારે કડક પગલાં લેતા DGCA દ્વારા ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ સહિત વરિષ્ઠ અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટ એક્ટ અને DGCAના નિયમો મુજબ દંડ, લાયસન્સ સંબંધિત પગલાં સહિત કડક કાર્યવાહી થઈ શકે છે. સાથે જ ઇન્ડિગોને તેમના નેટવર્ક અને ક્ષમતા મેનેજમેન્ટનું તાત્કાલિક પુનર્ગઠન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આવી પરિસ્થિતિ પુનરાવર્તિત ન થાય.

મુસાફરોના હિતને સર્વોપરી ગણાવતા મંત્રીએ જણાવ્યું કે સરકાર મુસાફરો સાથે દુર્વ્યવહાર કરતી કે અસમર્થતા દર્શાવતી કોઈપણ એરલાઇનને સહન નહીં કરે. તેમણે જણાવ્યું કે દેશમાં નવી એરલાઇન્સ પ્રવેશ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી સ્પર્ધા વધે અને સેવા સ્તર સુધરે. મુસાફરોને અપીલ કરતાં મંત્રીએ કહ્યું કે જો ફ્લાઇટ શેડ્યૂલ કે સર્વિસ અંગે કોઈ સમસ્યા હોય તો તરત જ ઇન્ડિગોને અને DGCAને જાણ કરે. હાલમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

સરકારના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે મુસાફરોને થતા કષ્ટને સામાન્ય ઘટના તરીકે નહિ માનવામાં આવે અને જવાબદારી નક્કી થવા સુધી કડક રૂખ જાળવવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.