ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોના ડિએક્ટિવ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા સૂચના આપી છે. RBIએ 2 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોના ખાતા KYC પૂર્ણ ન થવાને કારણે અને કેટલાક મૂળભૂત ખામીઓને કારણે બંધ છે. શક્ય તેટલી વહેલી તકે તે બધાને એક્ટિવ કરો.
ચાલો જાણીએ કે ડિએક્ટિવ બેંક ખાતાઓને કેવી રીતે એક્ટિવ કરવા. જો તમારું એકાઉન્ટ HDFC બેંક, IDFDC ફર્સ્ટ બેંક અને SBIમાં છે અને તે ડિએક્ટિવ છે, તો તેને આ રીતે એક્ટિવ કરી શકાય છે.
આ રીતે HDFC બેંક ખાતાઓને એક્ટિવ કરો : બેંકના જણાવ્યા અનુસાર ગ્રાહકો આ પગલાંને અનુસરીને તેમના ડોર્મિટરી એકાઉન્ટ ખોલી શકે છે. સૌથી પહેલા તમારે બેંક શાખામાં જઈને તમારા હસ્તાક્ષર સાથે અરજી આપવી પડશે. તે પછી ઓળખ અને સરનામાના સ્વ-વેરિફાઇડ પુરાવા સબમિટ કરો. આમ કરવાથી તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે અને તમે ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકશો.
SBI એકાઉન્ટ આ રીતે એક્ટિવેટ થશે : ડિએક્ટિવ ખાતું ધરાવતો ગ્રાહક લેટેસ્ટ KYC ડોક્યુમેન્ટ્સ સાથે કોઈપણ SBI શાખાની મુલાકાત લઈ શકે છે. ત્યારપછી તેણે એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે રિક્વેસ્ટ કરવાની રહેશે, ત્યારબાદ બેંક ડિટેલ્સ ચેક કરીને એકાઉન્ટ એક્ટિવેટ કરશે. અને ગ્રાહકને આ માહિતી SMS દ્વારા મળશે.