Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

લંડનમાં ISKCONની શાકાહારી રેસ્ટોરન્ટમાં આફ્રિકી-બ્રિટિશ શખ્સે ખાધું ચિકન, વિડીયો વાયરલ થતા વિવાદ

લંડનમાં ISKCONની શાકાહારી રેસ્ટોરન્ટમાં આફ્રિકી-બ્રિટિશ શખ્સે ખાધું ચિકન, વિડીયો વાયરલ થતા વિવાદ

લંડનની પ્રખ્યાત અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ એવા ISKCONના ગોવિંદા શાકાહારી રેસ્ટોરન્ટમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના અનુસાર, એક આફ્રિકી મૂળનો બ્રિટિશ શખ્સ રેસ્ટોરન્ટમાં ઘૂસ્યો અને એવું પૂછ્યું કે શું ત્યાં માંસાહારી ભોજન મળે છે? જ્યારે તેને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે અહીં માત્ર શાકાહારી ભોજન જ આપવામાં આવે છે, ત્યારે તેણે પોતાનો KFCનું ચિકનનો ડબ્બો બહાર કાઢ્યો અને રેસ્ટોરન્ટની અંદર જ ચિકન ખાવા લાગ્યો.

આ એટલું જ નહીં, તેણે ચિકનનો ઉચ્છિષ્ટ બીજાઓને – જેમાં ગ્રાહકો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે – પીરસવાનો પણ પ્રયત્ન કર્યો. આ અણધારી અને ઉશ્કેરણીજનક વર્તનથી રેસ્ટોરન્ટમાં અસહજ સ્થિતિ ઊભી થઈ ગઈ અને સલામતી જાળવવા માટે સ્ટાફે સુરક્ષાકર્મીઓને બોલાવવાનો નિર્ણય કર્યો. અંતે આફ્રિકન-બ્રિટિશ શખ્સને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢવો પડ્યો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના પગલે લોકોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે. ઘણા લોકોએ આ ઘટનાને હિંદુ ધર્મ અને શાકાહારી આસ્થાઓનું ઘોર અપમાન ગણાવ્યું છે. સાથે જ, કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે આ પ્રકારની હરકત માત્ર ધાર્મિક સંવેદનાને ઈજા કરવાના ઇરાદાથી જાણબૂઝીને કરવામાં આવી છે, જે એક પ્રકારનો નસલવાદ અને ધાર્મિક અવમાનના વર્તનનો દાખલો છે.

વિશ્વભરમાંથી હિંદુઓ અને અન્ય સમવેદનશીલ સમુદાયો દ્વારા આ કૃત્યનો ન્યાયપૂર્વક વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રેસ્ટોરન્ટ તથા ISKCON સમુદાયે પણ આ અંગે ગંભીરતા દાખવી છે. અનેક લોકો હુમલાખોર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠાવી રહ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.