30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવસ પહેલા આવેલા પ્રચંડ ભૂકંપના થોડા સમય બાદ થયો, જેના કારણે સમગ્ર પેસિફિક કિનારાઓ પર ચિંતાજનક માહોલ સર્જાયો છે. ભૂકંપ બાદ અલાસ્કા, હવાઈ, જાપાન સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જાપાનના દરિયાકાંઠે તો નાના સુનામી મોજાં ઉછળતા પણ જોવા મળ્યા હતા, જે આ કુદરતી આફતોની સાંકળનો ભાગ હોવાનું માનવામાં આવે છે.
A powerful 6.2-magnitude earthquake has struck Russia’s Kamchatka Peninsula.
At the same time, the Klyuchevskoy volcano in the Russian Far East
has erupted. pic.twitter.com/2nbfWTkvQN
— WorldWatchYASS (@Yass_Smith) July 30, 2025
રશિયન એકેડેમી ઓફ સાયન્સની યુનાઇટેડ જીઓફિઝિકલ સર્વિસ દ્વારા વિસ્ફોટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ટેલિગ્રામ ચેનલ પર સંસ્થાએ જણાવ્યું હતું કે “ક્લ્યુચેવસ્કોયે હમણાં ફાટી રહ્યો છે,” સાથે જ જ્વાળામુખીમાંથી નીકળતી આગવી જ્વાળાઓના સ્પષ્ટ ફોટાઓ પણ શેર કર્યા હતા. જેમાં જોઈ શકાય છે કે પર્વતના પશ્ચિમ ઢોળાવ પરથી લાલ ગરમ લાવા વહેતો રહ્યો છે, અને ટોચ પર સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ દ્રશ્યને “સળગતા ગરમ લાવા” તરીકે વર્ણવ્યું છે.
An 8.7 Earthquake struck off Russia's far eastern coast.
Klyuchevskoy Volcano, the largest active volcano in the northern hemisphere, is erupting, with lava flowing down its slopes.
Video footage captured days ago.#Klyuchevskoy #KlyuchevskoyVolcano #Japan #Hawaii #Kamchatka… pic.twitter.com/goSEVHwX1R
— Khanzy (@Khhanzy) July 30, 2025
ક્લ્યુચેવસ્કોયે જ્વાળામુખી લગભગ 4,750 મીટર ઊંચો છે અને તેને વિશ્વના સૌથી ઊંચા સક્રિય જ્વાળામુખીમાંથી એક ગણવામાં આવે છે. તે રશિયાના કામચાટકા પ્રદેશની રાજધાની પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 450 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. તાજેતરના વર્ષોમાં આ જ્વાળામુખી અનેક વખત ફાટી નીકળ્યો છે, પરંતુ હાલમાં જે રીતે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ એકસાથે થયા છે, એ વૈજ્ઞાનિકોને વધારે ચિંતિત બનાવે છે. આવું માનવામાં આવે છે કે પૃથ્વીપૃષ્ટની ઊંડાણમાં આવેલા ટેકટોનિક ફેરફારોના કારણે જ્વાળામુખીનું દબાણ પણ વધ્યું હોઈ શકે છે, જેના પરિણામે આ તીવ્ર વિસ્ફોટ સર્જાયો છે.
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી આપત્તિ માટેની તૈયારીને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે પેસિફિક “રિંગ ઓફ ફાયર” વિસ્તાર દરમિયાન આવી ઘટનાઓનો આપસમાં સંબંધ હોય શકે છે. હાલ રશિયન અધિકારીઓ દ્વારા પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવી અને વિસ્ફોટના અનુસંધાન માટે વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel