Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં

શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેનાથી વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો વચ્ચે ભયનું માહોલ સર્જાયો છે. આ સમાચારના તાત્કાલિક અસરરૂપે આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ મોટો કડાકો નોંધાયો. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં શરૂઆતના સત્રમાં 750 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. બેન્ક નિફ્ટીમાં 300 પોઈન્ટ, નિફ્ટી આઈટીમાં 215 પોઈન્ટ અને એફએમસીજી ઇન્ડેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો, જે દર્શાવે છે કે બ્રોડર માર્કેટમાં પણ ભારે વેચવાલી ચાલી રહી છે.

સવારે 9.20 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24,688 પર પહોંચ્યો હતો. BSEના ટોપ 30 શેરમાંથી 26માં ઘટાડો નોંધાયો, જેમાં ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M\&M), અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોએ લગભગ 2% સુધીની તીવ્ર નબળાઈ દર્શાવી. બીજી તરફ, માત્ર 4 શેરોએ હકારાત્મક ટ્રેન્ડ બતાવ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટો (Zomato)માં જોવા મળ્યો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ભારે વેચવાલી થઈ છે. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટી ગયો, જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. મિડકેપ શેરોમાં BSE મિડકેપ 300 પોઈન્ટથી વધુ નીચે આવ્યો. ફેઝ થ્રી લિમિટેડના શેર 10% સુધી ઘટીને લોઅર સર્કિટ પર પહોંચ્યા. મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડમાં 3.5% નો નોંધાયો.

બજારની સમગ્ર સ્થિતિ જોવામાં આવે તો BSE પર ટ્રેડ થનારા કુલ 3,085 શેરમાંથી માત્ર 887 શેર વધ્યા જ્યારે 2,033 શેર ઘટ્યા. 165 શેર ફ્લેટ ટ્રેડ થયા. 61 શેર લોઅર સર્કિટમાં ગયા અને એટલાજ સંખ્યાના શેર અપર સર્કિટમાં રહ્યા. 51 શેરોએ 52 સપ્તાહના નીચલા સ્તરનો સ્પર્શ કર્યો, જ્યારે માત્ર 36 શેરોએ નવા 52 સપ્તાહના ટોચના સ્તરો હાંસલ કર્યા.

આ તમામ ઘટનાઓના પગલે રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન, જે એક દિવસ પહેલા 452.29 લાખ કરોડ રૂપિયાનું હતું, આજે શરૂઆતના વેપારમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ખાઈને 449.56 લાખ કરોડ રૂપિયા સુધી ઘટી ગયું. આથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય નીતિગત નિર્ણયોએ સ્થાનિક બજાર પર સીધી અસર કરતા રોકાણકારોના ભરોસાને મોટો ઝટકો પહોંચ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.