રાજકોટ ખાતે બનેલ આગની દુર્ઘટના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા અપાયેલ આદેશ અને સબ મેજિસ્ટ્રેટ ડિવિઝન, આણંદ દ્વારા સૂચવ્યા મુજબ ઉમરેઠ ખાતે આવેલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, મોલ તથા સ્વિમિંગ પૂલ તેમજ ટ્યુશન ક્લાસીસ ની તપાસ સંયુક્ત રીતે ઉમરેઠ મામલતદાર નિમેષભાઈ પારેખ, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી તથા નગરપાલિકા ફાયર સેફ્ટી વિભાગ ના નિતિનભાઈ પટેલ, દબાણ કલાર્ક નિતિનભાઈ પટેલ અને ઉમરેઠ શહેર નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઈ ભટ્ટ (એમ.જી.વી. સી.એલ), ઉમરેઠ સેકન્ડ પી.એસ.આઈ. એમ.કે.ખરાડી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ઉમરેઠ શહેરમાં આવેલ અતિથિ રેસ્ટોરન્ટ, જી-માર્ટ, વિશ્વા હોસ્પિટલ તેમજ અમર હોસ્પિટલ, ધી વેવ સ્વિમિંગ પૂલ, શ્રીજી હોસ્પિટલ, આરોહી ખાતે તપાસ હાથ ધરી હતી અને તમામના નિવેદનો મેળવવામાં આવ્યા હતા. જેમાં તેઓ પાસે રહેલ ફાયર સેફ્ટીના સાધનો તેમજ ઈલેક્ટ્રીક સંદર્ભે અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટના ફાયર સેફટી સાધન ૨૪ કલાકની અંદર નવા નાખી દેવા જવાબદાર ને સૂચના આપી હતી. આવતીકાલે તમામ જગ્યાએ ફરીથી તપાસ હાથ ધરી કોઈ દુર્ઘટના ન બને તેની સઘન તકેદારી રાખવા બાબતે તંત્ર કાર્યરત બન્યું છે.
રીપોર્ટર-ધનંજય શુક્લ(ઉમરેઠ)