ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ આયોજનબદ્ધ કાવતરું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે WhatsApp અને Instagram જેવા પ્લેટફોર્મ પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવા માટે ચેટ્સ અને ઓડિયો ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે લોકોને પોલીસ પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે, જેમાં આગામી દિવસોમાં વધુ સંખ્યામાં ભેગા થવા માટે પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી.
POLICE SOURCES CLAIM WHATSAPP NETWORK BEHIND MOBILISATION EVEN AS UNREST CONTINUES IN SECTOR 70 NOIDA TODAY.
Police are facing continuous stone pelting. Efforts are underway to bring the crowd under control.
POLICE SOURCES CLAIM PROTESTERS ADDED TO GROUPS OVERNIGHT VIA QR CODES.… pic.twitter.com/WtZnsZ8JRG
— Rahul Shivshankar (@RShivshankar) April 14, 2026
ચેટ્સમાંથી વધુ એક ગંભીર બાબત સામે આવી છે, જેમાં પ્રદર્શનકારીઓને મરચાં પાવડર લઈને આવવાની સલાહ આપવામાં આવી હતી, જેથી પોલીસ કાર્યવાહી દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય. આ પુરાવાઓ દર્શાવે છે કે આ હિંસા અચાનક નહીં પરંતુ આયોજનપૂર્વક કરવામાં આવી હતી.
પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ લગભગ 50 શંકાસ્પદ સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરી છે, જે વાતાવરણ બગાડવા અને અફવાઓ ફેલાવવા માટે સક્રિય હતા. સુરક્ષા એજન્સીઓ હવે આ ડિજિટલ પુરાવાઓના આધારે નેટવર્કને તોડી પાડવાની કાર્યવાહી કરી રહી છે.
સોમવારે નોઈડાના સેક્ટર-60, 62 અને 84 જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદર્શન હિંસક બન્યું હતું, જેમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. અનેક વાહનો અને જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું હતું.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ આ ઘટનાને ગંભીર ગણાવી કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ પાછળ નક્સલવાદ જેવી વિચારધારાનો પુનર્જન્મ કરવાનો પ્રયાસ હોઈ શકે છે.
ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભરે પણ આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવી જણાવ્યું છે કે તેમાં વિદેશી અને શક્યતઃ પાકિસ્તાન સાથેના કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આંદોલનના ફંડિંગ અને ડિજિટલ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel