પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બનેલું કુદરતી બરફનું શિવલિંગ વધુ ભવ્ય અને સંપૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો શુભ સંકેત તરીકે જોઈ રહ્યા છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર રહે છે. વર્ષ 2026 માટે અમરનાથ યાત્રાની સત્તાવાર તારીખો જાહેર થઈ ચૂકી છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈ 2026થી થશે અને 28 ઓગસ્ટ 2026 (રક્ષાબંધનના દિવસે) તેનો સમાપન થશે. કુલ 57 દિવસ સુધી ચાલતી આ યાત્રા દર વર્ષે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે.
अमरनाथ गुफा में बाबा बर्फानी के इस वर्ष के पहले दर्शन हो गए हैं. भक्तों के लिए यह बड़ी खुशखबर है कि इस बार बाबा पूर्ण आकार में प्रकट हुए हैं, जिससे श्रद्धालुओं में खास उत्साह देखा जा रहा है.#BabaBarfani #Amarnath #LordShiva pic.twitter.com/bvJkzOwlSd
— Surender Kumar (@Surender_10K) April 13, 2026
યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે નોંધણી પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ થશે. ભક્તો શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને જમ્મુ-કાશ્મીર બેંકની નિર્ધારિત શાખાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશે.
આ પવિત્ર યાત્રાનું ધાર્મિક મહત્વ અત્યંત વિશાળ છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે માતા પાર્વતીને અહીં અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું, જેના કારણે આ સ્થાનને અમરનાથ નામ મળ્યું છે. ગુફામાં કુદરતી રીતે બનેલું બરફનું શિવલિંગ ચંદ્રના કદ અનુસાર વધે અને ઘટે છે, જે ભક્તો માટે અદ્ભુત અને દૈવી અનુભવ માનવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી જીવનના તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ યાત્રા ભૌગોલિક રીતે ખૂબ જ પડકારજનક છે કારણ કે પહાડી માર્ગો, ભારે ઠંડી અને ઓક્સિજનની અછત જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં દર વર્ષે લાખો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે.
શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મેડિકલ સુવિધાઓ, સુરક્ષા દળો અને માર્ગ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel