સારા સ્વાસ્થ્ય અને આયુષ્યનો સીધો સંબંધ શારીરિક પ્રવૃત્તિ સાથે છે. બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત યુનિવર્સિટી ઑફ સિડનીના એક અભ્યાસ અનુસાર દરરોજ 2,200થી વધુ પ્રત્યેક એક પગલું ચાલવાથી હૃદયરોગ અને મૃત્યુનું જોખમ ઘટે છે. દરેક પગલાં સાથે આયુષ્ય વધવાની પણ સંભાવના છે. નિષ્ણાતોના મતે ઓચિંતા મૃત્યુનો સૌથી ઓછો ખતરો એવા લોકોમાં હોય છે જેઓ દરરોજ 9 હજારથી
ડાયાબિટીસનું જોખમ 39% ઘટાડી શકાય છે
દરરોજ માત્ર 30 મિનિટ ચાલવાથી હાડકાં મજબૂત થઈ શકે છે. તે વજન ઘટાડવાની સાથે સ્નાયુઓની શક્તિ અને સહનશક્તિ પણ વધારી શકે છે. ઝડપી ગતિએ ચાલવાથી ડાયાબિટીસનું જોખમ પણ 39% ઘટાડી શકાય છે.
10,500 પગલાં ચાલે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોનું સૌથી ઓછું જોખમ એવા લોકોમાં છે જેઓ દરરોજ 9,700 પગલાં ચાલે છે. દરરોજ 9 હજારથી 10,500 પગલાં ચાલવાથી વહેલા મૃત્યુનું
જોખમ 39% અને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ 20% ઓછું થાય છે. દરરોજ 4,000થી 4,500 પગલાં ચાલવાથી પણ લાભ થાય છે. અભ્યાસમાં 70 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.