મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ત્રણેય નેતાઓની બેઠક મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનને ધ્યાનમાં રાખીને થઈ હતી. માનવામાં આવે છે કે ગૃહમંત્રી સાથેની બેઠકમાં મરાઠા અનામત અને રાજ્યના અન્ય સળગતા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મહારાષ્ટ્રના CM અને ડેપ્યુટી CM સાથે ગૃહમંત્રી શાહની બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સંગઠન મંત્રી બીએલ સંતોષે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
BJP નાખુશ છે
માનવામાં આવે છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીએલ સંતોષ અને રાજનાથ સિંહની બેઠક એક રીતે મહત્વપૂર્ણ છે. ગૃહમંત્રીની ટોપ નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યમાં ભવિષ્યની રણનીતિ શું હોઈ શકે છે તેના પર ચર્ચા થઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સ્ટેન્ડથી બીજેપી બહુ ખુશ નથી.
મરાઠા સમાજને મનાવવામાં નિષ્ફળ
ભાજપના સહયોગી શિવસેના (શિંદે) અને અજિત પવાર (એનસીપી અજિત) હોવાથી આ બંને પક્ષો મરાઠા સમુદાય સાથે ઊંડા સંબંધો ધરાવે છે. તેમ છતાં તે મરાઠા સમાજને સમજાવવામાં કેમ નિષ્ફળ રહી છે? આ સમાજના લોકોએ કરેલા સુસાઈડ પણ મરાઠા આંદોલનની એક મહત્વપૂર્ણ કડી રહે છે.
આજે પીએમ મોદી જશે મહારાષ્ટ્ર
મળતી માહિતી અનુસાર વાત કરીએ તો બીજેપી નેતૃત્વએ એકનાથ શિંદેને મરાઠા અનામતને લઈને યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવે તેમજ શક્ય તેટલું ઝડપથી આ આંદોલન પતાવી દેવું એવું કહ્યું છે. માનવામાં આવે છે કે પીએમ મોદી આજે મહારાષ્ટ્ર પહોંચશે ત્યારે રાજ્યની રાજનીતિમાં નવો બદલાવ પણ જોવા મળી શકે છે.