Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી, સારવારની રકમમાં થઈ શકે છે મસમોટો વધારો, જાણો વિગત

આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી, સારવારની રકમમાં થઈ શકે છે મસમોટો વધારો, જાણો વિગત

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે.

ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GoS) એ આ સ્કીમ પર રિપોર્ટ સબમિટ કર્યો છે. તેને આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંકો અને તેમની સિદ્ધિ માટે સમયરેખા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સામાજિક ક્ષેત્ર માટે બનેલ GoSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સમક્ષ પ્રેઝન્ટેશન આપવાની શક્યતા છે.

આયુષ્માન ભારત યોજના નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય હેલ્થ સ્કીમ છે. તે વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું કહેવાય છે. હાલમાં આ યોજનામાં 12.34 કરોડ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. 55 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વાર્ષિક કવરેજ પૂરું પાડે છે. 30 જૂન સુધી હોસ્પિટલમાં 7.37 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. અત્યાર સુધી 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

 વાર્ષિક વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં, ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર 15 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. જણાવી દઈએ કે કુલ આયુષ્માન કાર્ડમાંથી લગભગ 49% મહિલાઓ છે. જયારે હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં લગભગ 48% મહિલાઓ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.