Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જિલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો આપ્યા.

વધુમાં, કલેકટર દ્વારા યોજનાકીય લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ઠાસરા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.