click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
AhmedabadGujarat

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

Last updated: 2026/07/14 at 3:18 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:-

– ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે.
– સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભાજીત; ૧૦ આઇજી/ડીઆઇજી સહિત ૩૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત.
– સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો થશે ઉપયોગ.
– ૧૦૦થી વધુ ડ્રોન, ગજરાજ પર GPS-સીસીટીવી, શંકાસ્પદો માટે ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ અને સુરક્ષા વ્યવસ્થાના મોનિટરિંગ માટે ‘3D મેપિંગ અને બોડી વોર્ન કેમેરા’ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ.

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઐતિહાસિક રથયાત્રા સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુદ્રઢ આયોજનના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ૧૬.૨ કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે, જેમાં ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક, ૩૦ અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.

સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને ૨૬ રેન્જ, ૫૩ એરિયા અને ૧,૩૯૭ પોઈન્ટ્સમાં વહેંચીને ૧૦ આઇજી/ડીઆઇજી, ૪૨ ડીસીપી, ૮૮ એસીપી અધિકારીઓ સહિત ૩૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો, ૧૫ એસઆરપીએફ અને ૯ સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિશે જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૧૦૦થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, સીસીટીવી અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.

કાયદો-વ્યવસ્થાની સાથે પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજો સાથે બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ અને સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. રૂટ નિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર ભગવાનના દર્શન કરવા અને સુરક્ષાના ભાગરૂપે રૂટ પરની ભયજનક ઈમારતો પર ચઢવાનું ટાળવા અપીલ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને પૂર્વ તૈયારીઓને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી આ પર્વ સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થશે.

રથયાત્રા રૂટ નિરીક્ષણમાં અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ જોડાયા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: 100થી વધુ ડ્રોન સર્વેલન્સ, 149મી જગન્નાથ રથયાત્રા, 16.2 KM Rath Yatra Route, 16.2 કિલોમીટર રથયાત્રા રૂટ, 30000 Police Deployment, 3D Mapping Security, 3D મેપિંગ રથયાત્રા, ahmedabad, ahmedabad news, Ahmedabad Police Security, Ahmedabad Rath Yatra 2026, AI Face Recognition Camera, AI ફેસ રેકગ્નિશન કેમેરા, Anti Drone Gun, Anupam Singh Gehlot, Body Worn Camera, Drone Surveillance, DYCM Harsh Sanghvi, GPS CCTV Elephants, GS Malik, Gujarat news, gujarat police, gujarati news, HARSH SANGHAVI, Harsh Sanghavi Rath Yatra, Jagannath Rath Yatra Ahmedabad, Jagannath Yatra Route, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, smart policing Gujarat, topnews, topnewschannel, topnewschannelinindia, અમદાવાદ જગન્નાથ મંદિર, અમદાવાદ પોલીસ રથયાત્રા બંદોબસ્ત, અમદાવાદ રથયાત્રા, અમદાવાદ રથયાત્રા સુરક્ષા, અમદાવાદની 149મી રથયાત્રા, અષાઢી બીજ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભારત, રથયાત્રા સુરક્ષા, રથયાત્રામાં 103 ટ્રક, રથયાત્રામાં 18 ગજરાજ, રથયાત્રામાં 30 અખાડા, રથયાત્રામાં 30 હજાર પોલીસ, સ્માર્ટ પોલિસિંગ રથયાત્રા, હર્ષ સંઘવી, હર્ષ સંઘવી રૂટ નિરીક્ષણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં
Next Article CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?