અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં ઝડપી ગતિએ ટ્રેન દોડી રહી છે. પરંતુ આગામી દિવાળીએ વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓને માટે મોટી ભેટ મળનારી છે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરનારા મુસાફરોને ઝડપી ગતિની ટ્રેનની સુવિધાનો લાભ મળશે. અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા સુપરફાસ્ટ બની જશે, એટલે કે આગામી દિવાળીની આસપાસથી દોઢસોથી પણ વધારે ગતિની ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ઝડપ વધારવા માટેના પ્રોજેક્ટનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ઓડિશામાં થયેલા રેલ અકસ્માતને લઈ કવચ સિસ્ટમની ચર્ચા ખૂબ જ વર્તાઈ રહી છે. પરંતુ આગામી દિવસોમાં અમદાવાદ મુંબઈ રેલવે સેવા વધુ સલામત અને સુરક્ષિત બની જશે. હાલમાં અમદાવાદ-મુંબઈ રુટ પર કવચ સિસ્ટમ લાગુ કરવાને લઈ કામગીરી ચાલી રહી છે. જેને અંતર્ગત રુટ પર ટાવર ફિટ કરવાાં આવી રહી છે. આ સાથે જ ટ્રેનમાં ખાસ કવસ સિસ્ટમ મુજબના ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ લગાડવાના છે, જે ફિટ કર્યા બાદ સંપૂર્ણ કવચ સિસ્ટમ એક્ટિવેટ કર્યા બાદ રુટ પર રેલ સેવા એકદમ સુરક્ષિત બની જશે.
ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ કામગીરી ખતમ થઈ જવાની આશા છે. જે મુજબ આગામી દિવાળીની આસપાસમાં ગુજરાતથી મુંબઈ વચ્ચેની રેલ સેવા ઝડપી બની ચુકી હશે. આ માટે હાલમાં યુદ્ધના ધોરણે કામગારી ટ્રેક પર ચાલી રહી છે. જેમાં ટ્રેકની બંને તરફ સેફ્ટી માટેની કામગીરી ચાલી રહી છે. આ સિવાય ટ્રેક પર પણ કવચ પ્રોજેક્ટનુસાર ટાવર અને અન્ય ઉપકરણો લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ટ્રેનની ગતિને લઈ CSR કરાશે અને તેના રિપોર્ટ બાદ ટ્રેનની ગતિ વધારવામાં આવશે.એમ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અમિતકુમાર મિશ્ર એ મીડિયાને હિંમતનગર ખાતે જણાવ્યુ હતુ.
હાલમાં અમદાવાદ થી મુંબઈ વચ્ચે ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિકલાકની છે, જે વધારીને 160 સુધી કરવામાં આવશે. આ માટે હાલમાં સુરક્ષાને લગતી કેટલીક કામગીરી ચાલુ છે, જેના ટ્રાયલ અને નિરીક્ષણ કાર્યો પૂર્ણ થયા બાદ ટ્રેનની ઝડપ વધારી દેવામાં આવશે.