અજમો એક ઔષધિ છે જે આપણા ભોજનનો સ્વાદ બમણો કરે છે. અને દરેક વ્યક્તિ અજમાના ઔષધીય ગુણોથી વાકેફ છે. જો પેટમાં ગેસની સમસ્યા થાય અથવા પાચન સ્વાસ્થ્યમાં ખલેલ પડે તો ઘરેલુ ઉપચારમાં આપડા વડિલો અજમો ખાવાનું કહે છે અને તે ખાધા પછી ઘણી રાહત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે અજમાના પાન પણ તમારા સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. અજમાના પાનનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. અને તે આપણા શરીરને જરૂરી એવા ઘણા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.
અજમાના પાન આ એ જ છે કે જે તમે પિઝા અને પાસ્તામાં ઓરેગાનો તરીકે નાખો છો અને ખૂબ જ ઉત્સાહથી તેનું સેવન કરો છો. ત્યારે આ ઓરેગાનો એટલે કે અજમાના પાનના ફાયદા જાણી તમે દંગ રહી જશો. અજમાના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આ એન્ટીઑકિસડન્ટો, ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે, જે ઘણા નાના અને મોટા રોગોની સારવાર કરી શકે છે.
1. શ્વાસ સંબંધી સમસ્યામાં રાહત : અજમાના પાંનમાં એન્ટિસેપ્ટિક ગુણો જોવા મળે છે, જે ઉધરસ, શરદી અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તમારે ફક્ત તેના પાનને ધોઈને પીસી લઈ તેની સુંઘવાનું છે.
2. પાચનમાં મદદ કરે : અજમાના પાન ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાત વગેરે જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ માટે તમારે ફક્ત પાંદડા ચાવવાના છે. જો તમે ઈચ્છો તો અજમાના પાનમાંથી ચા પણ બનાવી શકો છો.
3. માથા કે દાંતના દુખાવામાં : અજમાના પાનમાં એનાલજેસિક ગુણ હોય છે, જે માથાનો દુખાવો અને દાંતના દુખાવા સહિત અનેક પ્રકારના દુખાવામાં રાહત આપવામાં અસરકારક છે. દુખાવો ઓછો કરવા માટે અજમાના પાનને પીસીને તેની પેસ્ટ તરીકે અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો.
4.વજનમાં ઘટાડવા માટે : જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો સવારે ખાલી પેટ અજમાના પાનનું પાણી પીવુ જોઈએ. આ સાથે તેના પાનની ચટણી પણ ઘણી ટેસ્ટી લાગે છે.
5.ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે અજમાના પાનનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
6.શરદી ખાંસી મટી જશે : જો તમે ખાંસી અને શરદીથી પરેશાન છો, તો અજમાના પાનમાંથી બનાવેલો ઉકાળો તમારી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સેલરીના પાનમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબાયોટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આવી સમસ્યાઓમાંથી તાત્કાલિક રાહત આપે છે.
7.બોડી ડિટોક્સ કરવા માટે : અજમાના પાનની ચા બનાવીને રોજ પીવામાં આવે તો તમારા શરીરમાં જામેલી તમામ ગંદકી દૂર થઈ જશે અને તમારુ શરીર ડિટોક્સ થઈ જશે આ સાથે તમારી ઈમ્યૂનિટી પણ વધશે.