Skip to content
ગુરુવાર, નવેમ્બર 5, 2026 Ahmedabad 35°C

આસામમાં ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી સામે ‘અલ જઝીરા’નું પ્રોપેગેન્ડા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપ્યો જડબાતોડ જવાબ

આસામના ધુબરીમાં દબાણ હટાવ અભિયાન પર ‘અલ જઝીરા’ના પ્રોપેગેન્ડાને સીએમ હિમંતાનો ખુલ્લો પડકાર: “રાજ્યની એક-એક ઇંચ જમીન પાછી મેળવીશું”

આસામમાં ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી સામે ‘અલ જઝીરા’નું પ્રોપેગેન્ડા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપ્યો જડબાતોડ જવાબ

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરોધી અને હિંદુવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા માટે કુખ્યાત મીડિયા હાઉસ ‘અલ જઝીરા’એ ફરી એકવાર આસામની પ્રશાસનિક કાર્યવાહીને તોડી-મરોડીને રજૂ કરી છે. તાજેતરમાં આસામના ધુબરી જિલ્લામાં સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવા માટે એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને લઈને ‘અલ જઝીરા’એ હંમેશની જેમ ‘મુસ્લિમ વિક્ટિમ કાર્ડ’ રમીને તેને ‘બંગાળી બોલતા મુસ્લિમો પર ટાર્ગેટેડ હુમલો’ તરીકે ચિત્રિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

શું છે આખો મામલો અને વાસ્તવિકતા?

અલ જઝીરાએ તેના અહેવાલોમાં દાવો કર્યો હતો કે ધુબરી જિલ્લામાં આશરે 4,000 જેટલા ‘બંગાળી મુસ્લિમો’ને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને ભાજપ સરકાર ખાસ એક જ સમુદાયને ટાર્ગેટ કરી રહી છે. પરંતુ, જમીની વાસ્તવિકતા આ દાવાઓથી તદન વિપરીત છે. વાસ્તવમાં વહીવટીતંત્રે કોઈપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર માત્ર અને માત્ર સરકારી જમીનને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવાની કામગીરી કરી છે.

મળતી માહિતી મુજબ, આસામના ધુબરી જિલ્લાના ગૌરીપુર મહેસૂલ વર્તુળ હેઠળના આલમગંજ વિસ્તારમાં અંદાજે 650 વીઘા (આશરે 215 એકર) સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે દબાણ હતું. આ જમીન પર ઊભા કરાયેલા 550 થી 750 જેટલા ગેરકાયદે ઘરો અને બાંધકામોને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન

આ કાર્યવાહી કોઈ જ ઉતાવળ કે મનસ્વી રીતે કરવામાં નહોતી આવી. ધુબરીના કમિશનર દિબાકર નાથે સ્પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી આ માટેની કાનૂની પ્રક્રિયા અનુસરી રહ્યું હતું. ગેરકાયદે કબજો કરનારાઓને શો કોઝ નોટિસ આપવી, સુનાવણી યોજવી અને દસ્તાવેજોની ચકાસણી કરવા જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, સ્થાનિકોને જગ્યા ખાલી કરવા માટે એક મહિનાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.

તંત્રની નોટિસ અને કાયદાકીય જાગૃતિના કારણે અંદાજે 80% જેટલા સ્થાનિક રહીશોએ સરકારી કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સ્વેચ્છાએ પોતાની જગ્યા ખાલી કરી દીધી હતી. વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે 150 વીઘા જમીનનો મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે, તે જમીન પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો જડબાતોડ જવાબ

અલ જઝીરાના આ ભ્રામક અને પક્ષપાતી અહેવાલ સામે આસામના યશસ્વી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કડક શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. 3 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ સંદેશ આપતા તેમણે લખ્યું કે,

“હજુ આવી વધુ કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યની એક-એક ઇંચ જમીન પાછી નહીં મેળવી લેવાય ત્યાં સુધી આ કાર્યવાહી અટકશે નહીં.”

ઇસ્લામો-લેફ્ટિસ્ટ મીડિયાનું જૂનું પુરાણ

વિદેશી અને ડાબેરી વિચારધારા ધરાવતા મીડિયા આઉટલેટ્સ હંમેશાં ભારતમાં કાયદા અને વ્યવસ્થાના શાસનને અલ્પસંખ્યકો પર અત્યાચાર તરીકે દર્શાવવાની માનસિકતા ધરાવે છે. ગેરકાયદે જમીન પર અતિક્રમણ કરનારાઓ જો વિશેષ સમુદાયના હોય, તો તેમની સામે કાયદાકીય પગલાં ન લેવા જોઇએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જ્યારે પણ સરકાર સરકારી મિલકતો કે જંગલની જમીનોને મુક્ત કરાવે છે, ત્યારે ‘ઇસ્લામોફોબિયા’નું રુદન શરૂ કરી દેવામાં આવે છે.

આસામમાં છેલ્લા એક દાયકામાં સરકારી અને આરક્ષિત જમીનો પરથી 19,000થી વધુ ગેરકાયદે અતિક્રમણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ નાગાંવ, હોજાઈ અને ગોલાઘાટના જંગલ વિસ્તારોમાંથી 1,100થી વધુ ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યાં છે. આસામ સરકાર રાજ્યના મૂળ નિવાસીઓની સંસ્કૃતિ, જમીન અને અસ્મિતાની રક્ષા માટે કટિબદ્ધ છે, અને આ કાર્યવાહી કોઈપણ ભેદભાવ વિના આડેધડ સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ છે, જેને અલ જઝીરા જેવા માધ્યમો વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવા માટે રંગ આપી રહ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Top News

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.